________________
અધ્યાય : ૪, સૂત્ર-૪૯-૫૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર સૂત્રાર્થ : જ્યોતિષ્ક દેવોની (ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમથી) કંઈક અધિક છે. ભાવાર્થ : ગ્રહ, નક્ષત્ર અને તારાની ઉત્કૃષ્ટ સ્થિતિ હવે પછીના સૂત્રોમાં ગ્રંથકારશ્રી કહેવાના હોવાથી આ સૂત્રમાં જ્યોતિષ્ક શબ્દનો અર્થ સૂર્ય-ચંદ્ર કર્યો છે.
૨૭૨
સૂર્યની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમ કરતાં એકહજાર વર્ષ અધિક છે અને ચંદ્રની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમ કરતાં ૧ લાખ વર્ષ અધિક છે.
સૂત્ર (૪-૪૯) પ્રયોજન ઃ ગ્રહોની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવે છે.
ग्रहाणामेकम्
૪-૪૧
ગ્રહાણામેકમ્
૪-૪૯
ગ્રહાણામ્ એકમ્
૪-૪૯
શબ્દાર્થ : ગ્રહાણામ્ = ગ્રહોની, એકમ = એક
સૂત્રાર્થ : ગ્રહોની (ઉત્કૃષ્ટ સ્થિતિ) એક (પલ્યોપમ) છે.
ભાવાર્થ : જ્યોતિ દેવોમાં ગ્રહોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમ છે.
સૂત્ર (૪-૫૦) પ્રયોજન : નક્ષત્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવે છે.
नक्षत्राणामर्धम्
૪-૧૦
નક્ષત્રાણામર્ધમ્
૪-૫૦
નક્ષત્રામ્ અર્ધમ્
૪-૫૦
શબ્દાર્થ : નક્ષત્રાણામ્ = નક્ષત્રોની, અર્ધમ્ = અર્ધો (પલ્યોપમ) સૂત્રાર્થ : નક્ષત્રોની (ઉત્કૃષ્ટ સ્થિતિ) અર્ધો (પલ્યોપમ છે.)
ભાવાર્થ : સૂત્ર ૪-૪૮માં જ્યોતિષ્ક દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવી છે. આ સૂત્ર
તેનો અપવાદ કરીને જ્યોતિષ્ક નિકાયમાં નક્ષત્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ અલગ દર્શાવે છે.