________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૧, સૂત્ર-૧
સમાધાન : પ્રશ્ન સારો છે. સમ્યગ્દર્શન - જ્ઞાન
છે અને સાધ્ય પણ છે. પરંતુ વિસ્તારથી વિચારીએ તો બંને જુદા પણ છે.
જો સિદ્ધ પરમાત્માની અપેક્ષાએ વિચારીએ તો મોક્ષ અને રત્નત્રયી વચ્ચે સાધ્યસાધન ભાવ રહેશે નહિ. કારણકે તેઓએ સાધ્યને સિદ્ધ કરી લીધું છે. પરંતુ સાધક અવસ્થામાં આ ભેદ સ્પષ્ટ થઈ શકશે.
-
૩
ચારિત્ર એ ત્રણે સાધન પણ
સાધક આત્મા માટે દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે સાધન પણ છે અને સાધ્ય પણ છે. જ્યાં સુધી દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના દ્વારા આત્માના ગુણોનો ક્રમિક વિકાસ કરવાનો છે ત્યાં સુધી તે ત્રણે સાધન બને છે. જ્યારે પૂર્ણ વિકાસ થઈ જાય છે. ત્યારે તે જ ગુણો સાધ્ય સ્વરૂપ પૂર્ણપણે પ્રગટ થાય છે.
જેમ એક મીણબત્તી છે. તે સળગતી હોય અને તેની મદદથી આપણી મીણબત્તી સળગાવીએ ત્યારે પહેલી મીણબત્તી સાધન બને છે અને આપણી મીણબત્તી સાધ્ય બને છે. તે જ રીતે દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપ રત્નત્રયી સાધન છે અને એ જ સાધનો વડે સાધ્ય (આત્મસ્વરૂપ) પ્રગટાવવાનું છે.
શંકા : દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જોવું, જાણવું, અને આચરવું એમ ત્રણ ક્રિયાઓ અલગ અલગ છે. ત્રણે મળીને માર્ગ પણ અલગ જ હોય ને ? એક માર્ગ કેમ કહ્યો ?
સમાધાન ઃ એક વ્યવહારિક ઉદાહરણથી સમજીએ. કોડિયું, દીવેટ અને તેલ એ પદાર્થો ત્રણ છે, પણ એ ત્રણે મળીને એક દીવો બને કે નહીં ? એ જ રીતે અહીં ત્રણે સાધન અલગ હોવા છતાં એક એવો આત્મદીપક પ્રગટે છે જે એક માર્ગ બની જાય છે.
તે જ રીતે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ત્રણ સાધનોથી મોક્ષમાર્ગ એ એક માર્ગ બને છે.
શંકા : સમ્યગ્દર્શન અને સમ્યગ્નાન બંને સાથે કેવી રીતે પ્રાપ્ત થાય ? અર્થાત્ મિથ્યાત્વ અવસ્થામાં મિથ્યાજ્ઞાન હતું તે સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં સમ્યજ્ઞાન કેવી રીતે બને?
સમાધાન ઃ શૂન્ય (ઝીરો) નું કંઈ જ મૂલ્ય નથી. એક સાથે બે, ત્રણ, કે ચાર અથવા વધારે શૂન્ય મૂકો તો પણ તે શૂન્ય જ રહે છે. પરંતુ તે શૂન્યોની આગળ જો એકડો મૂકવામાં આવે તો શૂન્યનું મૂલ્ય ૧૦૦, ૧૦૦૦, ૧૦૦૦૦ જેટલું થઈ જાય છે.
તે જ રીતે જીવમાં ૨હેલું મિથ્યાજ્ઞાન, એકડા રૂપી પરમાત્માની વાણીના માધ્યમથી અથવા ગુરુજી પાસેથી યોગ્ય સમજણ મેળવ્યા પછી, પરિવર્તન પામીને સમ્યજ્ઞાન બની જાય છે.