SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૪, સૂત્ર-૪૫ શબ્દાર્થ : દશ વર્ષ = ૧૦ વર્ષ, સહસ્ર = હજાર પ્રથમાયામ્ = પ્રથમ નરકમાં સૂત્રાર્થ : પ્રથમ નરકમાં (નારકોની જઘન્ય સ્થિતિ) દશ હજાર વર્ષ છે. ભાવાર્થ : પ્રથમ નરકમાં નારક જીવોની જધન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષ છે. શંકા : પૂર્વસૂત્રથી આ સૂત્ર જુદું કેમ બનાવ્યું ? સમાધાન : પૂર્વસૂત્રમાં માત્ર એટલી જ સૂચના હતી કે પૂર્વપૂર્વની ઉત્કૃષ્ટ સ્થિતિ તે અનન્તર એવા પછી પછીનાની જઘન્ય સ્થિતિ છે. પરંતુ પ્રથમ નરક પૂર્વે તો કોઈ ઉત્કૃષ્ટ સ્થિતિ વાળી ભૂમિ જ નથી. માટે તેની જઘન્ય સ્થિતિનો આંક અલગ દર્શાવવો જ પડે, એટલા માટે આ સૂત્ર જુદું બનાવ્યું. સૂત્ર (૪-૪૫) પ્રયોજન ઃ ભવનપતિ નિકાયના દેવોની જઘન્ય સ્થિતિ જણાવે છે. भवनेषु च ૪-૪૬ ભવનેષુ ચ ૪-૪૫ ભવનેષુ ચ ૪-૪૫ શબ્દાર્થ ઃ ભવનેષુ = ભવનપતિ દેવોમાં સૂત્રાર્થ : ભવનોમાં પણ (ભવનપતિ નિકાયના દેવોની પણ જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષ છે.) ભાવાર્થ : ભવનપતિ નિકાયમાં જઘન્ય સ્થિતિ જણાવે છે. સૂત્ર ૪-૨૯ પ્રમાણે ‘સ્થિતિ’ની ચર્ચા ચાલુ જ છે. સૂત્ર ૪-૩૯માં કહેલા ‘અપરા’ શબ્દની અનુવૃત્તિ ચાલુ હોવાથી તે જઘન્ય સ્થિતિ જ સૂચવે છે. ભવનપતિની ઉત્કૃષ્ટ સ્થિતિ સૂત્ર ૪-૩૦, ૪-૩૧ અને ૪-૩૨ માં જણાવી છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy