________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૪, સૂત્ર-૪૩-૪૪
સૂત્ર (૪-૪૩) પ્રયોજન : નારકોની જઘન્ય સ્થિતિ જણાવે છે.
४-४३
૪-૪૩
૪-૪૩
नारकाणां च द्वितीयादिषु નારકાણાં ચ દ્વિતીયાદિષ
નારકાણાં ચ દ્વિતીય આદિપુ
શબ્દાર્થ : નારકાણાં = નારકોની,
દ્વિતીય આદિષુ = બીજી વગેરે નરક ભૂમિઓમાં
સૂત્રાર્થ : બીજી થી સાતમી (નરક સુધીના પૂર્વનરકની જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે જ અનન્તર એવા પછીના નરકમાં) નારકીની (જઘન્ય સ્થિતિ જાણવી).
ભાવાર્થ : ત્રીજા અધ્યાયના છઠ્ઠા સૂત્રમાં સાત નરકના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કહ્યું છે. પરંતુ જઘન્ય આયુષ્ય કહ્યું નથી. અહીં જઘન્ય આયુષ્યનો પ્રસંગ ચાલે છે તેથી સાત નારકીનું પણ જઘન્ય આયુષ્ય જણાવે છે.
નરક
૨
૩
૪
નારકીઓમાં પૂર્વ-પૂર્વ નારકીનું જે ઉત્કૃષ્ટ આયુષ્ય છે તે જ તેની અનન્તર પછી, પછીની નારકીનું જઘન્ય આયુષ્ય જાણવું. માત્ર પહેલી નારકીનું જઘન્ય આયુષ્ય હવે પછીના સૂત્રમાં જણાવશે.
૨૬૯
જઘન્ય સ્થિતિ
૧ સાગરોપમ
૩ સાગરોપમ
૭ સાગરોપમ
નરક
૫
૬
૭
જઘન્ય સ્થિતિ
૧૦ સાગરોપમ
૧૭ સાગરોપમ
૨૨ સાગરોપમ
સૂત્ર (૪-૪૪) પ્રયોજન : પ્રથમ નરકના નારકજીવોની જઘન્ય સ્થિતિ કહે છે.
४-४४
दशवर्षसहस्त्राणि प्रथमायाम् દશવર્ષસહસ્રાણિ પ્રથમાયામ્
૪-૪૪
દશ વર્ષ સહસ્રાણિ પ્રથમાયામ્
૪-૪૪