________________
૨૬૭
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૪, સૂત્ર-૪૦-૪૧ સૂત્ર (૪-૪૦) પ્રયોજન : સનકુમાર કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ કહે છે.
सागरोपमे ૪-૪૦ સાગરોપમે ૪-૪)
સાગરોપમે ૪-૪૦ શબ્દાર્થ : સાગરોપમ = બે સાગરોપમ સૂત્રાર્થઃ (સનકુમાર કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ) બે સાગરોપમ છે.
ભાવાર્થ : પૂર્વના કલ્પના આધારે જ આ કલ્પની જઘન્ય સ્થિતિ કહી છે. પ્રથમ કલ્પ સાથેનો સંબંધ હોવાથી પ્રથમ કલ્પની ઉત્કૃષ્ટ તે આ કલ્પની જઘન્ય સ્થિતિ છે. એટલે કે સનકુમાર દેવલોકના દેવોની જઘન્ય સ્થિતિ બે સાગરોપમ છે.
સૂત્ર (૪-૪૧) પ્રયોજનઃ ચોથા માહેન્દ્ર કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ કહે છે.
अधिके च ४-४१ અધિકે ચ ૪-૪૧
અધિકે ચ ૪-૪૧ શબ્દાર્થ અધિકે ચ = કંઈક અધિક
સૂત્રાર્થ : (માહેન્દ્ર કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ બે સાગરોપમ કરતા) કંઈક અધિક છે.
ભાવાર્થ સૂત્રકારે ક્યાંય ચોથા કલ્પનો ઉલ્લેખ આ સૂત્રમાં કર્યો નથી પરંતુ સૂત્ર ૪-૩૩ માંથી સૌધર્માદિષુ યથાક્રમમ ની અનુવૃત્તિ લેતા ક્રમમાં ચોથો માહેન્દ્ર કલ્પ જ આવે. તેથી આ પ્રમાણ ચોથા મહેન્દ્ર કલ્પનું જાણવું.
સામાન્યથી તો પૂર્વના કલ્પની જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે જ પછીના કલ્પની જઘન્ય સ્થિતિ ગણાય છે પરંતુ અહીં તેનો સંબંધ બીજા દેવલોક સાથે છે. માટે મહેન્દ્ર દેવલોકની સાધિક બે સાગરોપમ જઘન્ય સ્થિતિ જાણવી.