________________
અધ્યાય : ૪, સૂત્ર-૩૯
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
સર્વાર્થસિદ્ધમાં એક-એક સાગરોપમ વધારે વધારે આયુષ્ય જાણવું. જે નીચેના ચાર્ટમાં બતાવ્યું છે.
૨૬૬
દેવલોક
૧ ત્રૈવેયક
૨ ત્રૈવેયક
૩ ત્રૈવેયક
૪ ત્રૈવેયક
૫ ત્રૈવેયક
૬ ત્રૈવેયક
આયુષ્ય
૨૩ સાગરોપમ
૨૪ સાગરોપમ
૨૫ સાગરોપમ
૨૬ સાગરોપમ
૨૭ સાગરોપમ
૨૮ સાગરોપમ
દેવલોક
૭ ત્રૈવેયક
૮ ત્રૈવેયક
૯ ત્રૈવેયક
વિજયાદિ ચાર
સર્વાર્થસિદ્ધ
આયુષ્ય
૨૯ સાગરોપમ
૩૦ સાગરોપમ
૩૧ સાગરોપમ
૩૨ સાગરોપમ
૩૩ સાગરોપમ
સૂત્ર (૪-૩૯) પ્રયોજન ઃ સૌધર્મ અને ઈશાન કલ્પની જઘન્ય સ્થિતિ જણાવે છે.
अपरा पल्योपममधिकं च
૪-૨૧
અપરા પલ્યોપમમધિક ચ
૪-૩૯
૪-૩૯
અપરા પલ્યોપમમ્ અધિક ચ શબ્દાર્થ : અપરા = જઘન્ય, પલ્યોપમ = એક પલ્યોપમ, અધિકં ચ = :: કંઈક અધિક
(પલ્યોપમથી)
સૂત્રાર્થ ઃ (સૌધર્મ અને ઈશાન દેવલોકમાં) જઘન્ય આયુષ્ય અનુક્રમે એક પલ્યોપમ અને સાધિક એક પલ્યોપમ છે.
ભાવાર્થ : આ સૂત્રથી દેવલોકના દેવોના જઘન્ય આયુષ્ય (સ્થિતિ) નું વર્ણન શરૂ
થાય છે. સૌધર્મ કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ ૧ પલ્યોપમ છે અને ઈશાન કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ ૧ પલ્યોપમથી કંઈક અધિક છે.