________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૪, સૂત્ર-૩૪-૩૫
૨૬૩
સૂત્ર (૪-૩૪) પ્રયોજન ઃ સૌધર્મ દેવલોકના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવે છે.
सागरोपमे
૪-૨૪
સાગરોપમે
૪-૩૪
સાગરોપમે
૪-૩૪
શબ્દાર્થ : સાગરોપમે = બે સાગરોપમ
સૂત્રાર્થ : (સૌધર્મ દેવલોકના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ) બે સાગરોપમ છે.
ભાવાર્થ : સૌધર્મ દેવલોકના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમ છે. અહીં સાગરોપમે આ શબ્દ (રૂપ) દ્વિવચનવાળો હોવાથી બે સાગરોપમ એવો અર્થ થાય છે.
જઘન્ય સ્થિતિ ૪-૩૯ સૂત્રમાં કહેવા.
સૂત્ર (૪-૩૫) પ્રયોજન ઃ ઈશાન દેવલોકના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવે છે.
अधिके च
૪-પ્
અધિકે ચ
૪-૩૫
અધિકે ચ
૪-૩૫
શબ્દાર્થ : અધિકે ચ = કંઈક અધિક
સૂત્રાર્થ : (ઈશાન દેવલોકના દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બે સાગરોપમ કરતાં) કંઈક અધિક છે.
ભાવાર્થ : આ સૂત્રમાં અધિકે એવું જે દ્વિવચન છે તે સાગરોપમના સંબંધથી સમજવું કારણકે સૂત્ર ૪-૩૪ ની બે સાગરોપમ સ્થિતિની અહીં અનુવૃત્તિ આવે છે. ઈશાન દેવલોકમાં બે સાગરોપમથી કંઈક અધિક આયુષ્ય હોય છે.