________________
૨૬૪
અધ્યાય : ૪, સૂત્ર-૩૬-૩૭ તત્ત્વાર્થાધિગમ સૂત્ર સૂત્ર (૪-૩૬) પ્રયોજનઃ સનસ્કુમાર દેવલોકના દેવાનું ઉત્કૃષ્ટ આયુષ્ય જણાવે છે.
सप्त सनत्कुमारे ४-३६ સપ્ત સનકુમારે ૪-૩૬
સપ્ત સનસ્કુમારે ૪-૩૬ શબ્દાર્થ: સપ્ત = સાત (૭), સનકુમારે = સનકુમાર દેવલોકમાં સૂત્રાર્થ : સનકુમાર દેવલોકમાં (દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ) સાત સાગરોપમ છે. ભાવાર્થ : સનકુમાર કલ્પના દેવોની સાત સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
સૂત્ર (૪-૩૭) પ્રયોજનઃ ચોથા મહેન્દ્ર દેવલોકથી દસમા પ્રાણત દેવલોક સુધીના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવે છે. विशेषत्रिसप्तदशैकादशत्रयोदशपञ्चदशभिरधिकानि च ४-३७ વિશેષત્રિસદ્ધદશૈકાદશત્રયોદશપંચદશભિરધિકાનિ ચ ૪-૩૭ વિશેષ-ત્રિ-સપ્ત-દશ-એકાદશ-ત્રયોદશ પંચદશભિક અધિકાનિચ૪-૩૭
શબ્દાર્થ : વિશેષ = વિશેષ (સાધિક સાત) ત્રિ-સમ-દશ-એકાદશ-ત્રયોદશ = ત્રણ, સાત, દશ, અગિયાર, તેર પંચદશભિઃ = પંદરથી, અધિકાનિ = અધિક
સૂત્રાર્થ (સનકુમારના આયુષ્યમાં) સાત સાગરોપમથી કંઈક અધિક, ત્રણ-સાતદશ-અગિયાર-તેર અને પંદર ઉમેરવાથી (બાકીના દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે.)
ભાવાર્થ સનકુમાર નામના ત્રીજા દેવલોકનું આયુષ્ય સાત સાગરોપમ છે. તેમાં આ સૂત્રમાં કહેલી સંખ્યા ઉમેરવાથી ચોથા-પાંચમા વગેરે દેવલોકનું આયુષ્ય થાય છે.
નીચેના ટેબલમાં ચોથાથી બારમા દેવલોકનું આયુષ્ય બતાવ્યું છે.