________________
અધ્યાય : ૪, સૂત્ર-૩૩
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
ભાવાર્થ : ભવનપતિ નિકાયના દશ ભેદોમાં પ્રથમ ભેદ અસુરકુમારનો છે. ભવનપતિના દરેક ભેદોના બે-બે ઈન્દ્ર કહ્યા છે. (સૂત્ર ૪-૬). આથી અસુરકુમાર ભેદના પણ બે ઈન્દ્રો છે. ચમરેન્દ્ર અને બલીન્દ્ર.
ચમરેન્દ્ર એ દક્ષિણ દિશાના (દક્ષિણાર્ધ) અસુરકુમારનો અધિપતિ છે. બલીન્દ્ર એ ઉત્તરદિશાના (ઉત્તરાર્ધ) અસુરકુમારનો અધિપતિ છે. આટલી ભૂમિકા પછી તેમનું આયુષ્ય જણાવ્યું છે તે મુજબ દક્ષિણ દિશાના અધિપતિ એવા ચમરેન્દ્રનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક (૧) સાગરોપમ છે. અને ઉત્તર દિશાના અધિપતિ એવા બલીન્દ્રનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમથી કંઈક અધિક છે.
૨૬૨
શંકા ઃ ઈન્દ્રોનું આયુષ્ય જણાવ્યું પણ દેવોનું આયુષ્ય કેમ નથી કહ્યું ?
સમાધાનઃ બ્રહત્ સંગ્રહણી ગ્રંથમાં પાંચમી ગાથામાં કહ્યું છે કે દેવોનું આયુષ્ય પણ ઈન્દ્રો જેટલું જ સમજવું. અથવા ઈન્દ્રોથી કંઈક ન્યૂન સમજવું.
સૂત્ર (૪-૩૩) પ્રયોજન : વૈમાનિક નિકાયના દેવોની સ્થિતિનું વર્ણન કરવા માટે પ્રસ્તાવનારૂપ સૂત્ર કહે છે.
सौधर्मादिषु यथाक्रमम्
૪-૨૨
સોધર્માદિષુ યથાક્રમમ્
૪-૩૩
સૌધર્માદિષુ યથાક્રમમ્
૪-૩૩
શબ્દાર્થ : સૌધર્માદિષુ = સૌધર્મદેવલોકથી અનુત્તર દેવલોક સુધીના, યથાક્રમમ્ = અનુક્રમે
સૂત્રાર્થ : સૌધર્મ આદિ (દેવલોકના દેવોનું આયુષ્ય) અનુક્રમે (નીચેના સૂત્રોમાં જણાવ્યું છે.)
ભાવાર્થ : સૌધર્મ દેવલોકથી શરૂ કરી બાર દેવલોક, નવપ્રૈવેયક, અને પાંચ અનુત્તરદેવ સુધીના દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય જણાવશે. સૂત્ર ૪-૩૩ થી ૪-૩૮ સુધી ક્રમશઃ વૈમાનિક દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિનો અધિકાર ચાલે છે.