SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૧ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૪, સૂત્ર-૩૨. શબ્દાર્થ : શેષાણાં = બાકીના પાદ – ઉન = બે (૨)માં પા ઓછો (પોણા બે) સૂત્રાર્થ ? બાકીનાનું (ભવનપતિ નિકાયના ઉત્તરાર્ધના – ઉત્તર દિશાના ઈંદ્રોનું આયુષ્ય) પોણા બે (પલ્યોપમ) છે. ભાવાર્થ : પૂર્વસૂત્રમાં ભવનપતિના દક્ષિણાર્ધાધિપતિની સ્થિતિ કહી. તે સૂત્રની અનુવૃત્તિ લેવાથી બાકીના ‘ઉત્તરાર્ધાધિપતિ’ એવો અર્થ થયો. પાદોને = પાદ + ઉને ઉને શબ્દ દ્વિવચનવાળો હોવાથી બે પલ્યોપમ સમજવા. પાદ એટલે ૧ પલ્યોપમનો ચોથો ભાગ અર્થાત્ “પા” પલ્યોપમ અર્થાત્ પાદ + ઉને એટલે બે પલ્યોપમમાં “પા (3) ભાગ ઓછો એટલે પોણા બે પલ્યોપમ અપવાદઃ સૂત્ર ૪-૩ર માં પહેલા ભવનપતિના ઈન્દ્ર એવા અસુરકુમારની સ્થિતિ જુદી દર્શાવી છે. અર્થાત્ પોણા બે પલ્યોપમ સ્થિતિ નાગકુમાર આદિ નવ ભવનપતિના ઉત્તરાર્ધાધિપતિ (ઉત્તર દિશાના ઈન્દ્રો)ની સમજવી. સૂત્ર (૪-૩૨) પ્રયોજન : ભવનપતિ નિકાયના ઈન્દ્રોની સ્થિતિમાં (આયુષ્યમાં) અપવાદ જણાવે છે. असुरेन्द्रयोः सागरोपमाधिकं च ४-३२ અસુરેન્દ્રયો સાગરોપમધિમં ચ ૪-૩૨ અસુરેન્દ્રયો સાગરોપમન્ અધિક્ ચ ૪-૩૨ શબ્દાર્થ ઃ અસુરેન્દ્રયોઃ = અસુરકુમાર નિકાયના બંને ઈન્દ્રોનું સાગરોમમ્ = સાગરોપમ, અને અધિક ચ = સાગરોપમથી કંઈક અધિક સૂત્રાર્થ અસુરકુમારના (દક્ષિણ દિશાના અધિપતિ) ઈન્દ્રનું આયુષ્ય એક સાગરોપમ અને ઉત્તરદિશાના અધિપતિની સ્થિતિ એક સાગરોપમથી કંઈક અધિક છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy