SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ અધ્યાય : ૪, સૂત્ર-૩૧ તત્ત્વાર્થાધિગમ સૂત્ર શબ્દાર્થ: ભવનેષુ = ભવનપતિ નિકાયમાં દક્ષિણાઈ = ભવનના બે ભાગમાં દક્ષિણ તરફનો જે ભાગ છે તે ભાગના અધિપતીનામ્ = ઈન્દ્રોની, પલ્યોપમ = એક માપ છે, અધિઅર્ધમ્ = અડધું અધિક સૂત્રાર્થઃ ભવનપતિ નિકાયમાં દક્ષિણ દિશાના ઈન્દ્રોનું ઉત્કૃષ્ટ આયુષ્ય (સ્થિતિ) દોઢ પલ્યોપમ છે. ભાવાર્થ : ભવનપતિ દેવોના દશ ભેદો સૂત્ર ૪-૧૧ માં કહેલા છે તે દરેકના બે વિભાગ પડે છે. દક્ષિણ દિશા તરફના ભવનોમાં રહેનાર દેવો ઉત્તર દિશા તરફના ભવનોમાં રહેનાર દેવો આ બંને દિશાને આશ્રીને મૂળ ભવનના બે સરખા અર્ધા ભાગ થાય છે. તેમાંના દક્ષિણ તરફના અર્ધા ભાગને દક્ષિણાર્ધ કહેવાય છે. ભવનપતિના દશ ભેદો કહ્યા છે. આ દશેના દક્ષિણ વિભાગના દશ ઈન્દ્રો છે અને ઉત્તર વિભાગના પણ દશ ઈન્દ્રો છે. આ રીતે કુલ ભવનપતિ નિકાયમાં ૨૦ ઈન્દ્રો કહ્યા છે. તેમાંથી જે દક્ષિણ વિભાગના ઈન્દ્રો છે તેને દક્ષિણાર્ધાધિપતિ કહેવાય છે. તેમની સ્થિતિ (આયુષ્ય)ને જણાવતું આ સૂત્ર છે. સર્વ દક્ષિણાર્ધાધિપતિની ઉત્કૃષ્ટ સ્થિતિ દોઢ પલ્યોપમ છે. સૂત્રમાં અધ્યર્ધમ્ શબ્દનો અર્થ અર્પો પલ્યોપમથી અધિક એવું એક પલ્યોપમ, અર્થાત્ ૧ પલ્યોપમ + 1 પલ્યોપમ = દોઢ પલ્યોપમ સમજવું. વિશેષતા : દક્ષિણાર્ધ - અધિપતીની જે સ્થિતિ સૂત્રકારે કહી તે અસુરકુમાર સિવાયના બાકીના નવ દક્ષિણાર્ધાધિપતિ માટે સમજવી. કારણ કે સૂત્ર ૪-૩ર માં અસુરકુમાર ચમરેન્દ્રની સ્થિતિ અલગ જણાવી છે. તેથી અહીં નવ ઈન્દ્રોની આ સ્થિતિ જાણવી. સૂત્ર (૪-૩૧) પ્રયોજન ભવનપતિ નિકાયમાં ઉત્તરાર્ધની દિશામાં ઈન્દ્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવે છે. शेषाणां पादोने ૪-૩૨ શેષાણાં પાદોને ૪-૩૧ શેષાણાં પાદ ઉને ૪-૩૧
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy