________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૪, સૂત્ર-૨૯-૩૦
શંકા : તિર્યંચો ક્યાં રહે છે ?
સમાધાન : તિર્યંચો સંપૂર્ણ લોકમાં હોવાથી તેમના નિવાસનો કોઈ ઉલ્લેખ નથી.
સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો સમસ્ત ૧૪ રાજલોકમાં છે. લોકાકાશનો એક પણ પ્રદેશ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ રહિત ક્યારેય હતો નહીં અને હશે પણ નહીં.
બાદર એકેન્દ્રિય જીવોનો નિવાસ સમગ્ર પૃથ્વી છે.
ત્રસ (વિકલેન્દ્રિય) જીવો ત્રસ નાડીમાં જુદા જુદા સ્થાને રહે છે. પંચેન્દ્રિય તિર્યંચો તિર્હાલોકમાં રહે છે.
૨૫૯
સૂત્ર (૪-૨૯) પ્રયોજન ઃ અહીંથી સર્વે દેવોના આયુષ્યનો અધિકાર શરૂ થાય છે.
:
स्थितिः
૪-૨૧
સ્થિતિઃ
૪-૨૯
સ્થિતિઃ
૪-૨૯
શબ્દાર્થ : સ્થિતિ = આયુષ્યનું પ્રમાણ
સૂત્રાર્થ : સ્થિતિ (આયુષ્યનો કાળ) શરૂ થાય છે.
ભાવાર્થ : આ અધિકાર સૂત્ર છે. અહીંથી આયુષ્યકાળના વર્ણનનો અધિકાર શરૂ થાય છે.
ત્રીજા અધ્યાયમાં મનુષ્ય તથા તિર્યંચના આયુષ્યની ચર્ચા કરી. આ સૂત્રથી ચોથા અધ્યાયના અંત સુધી દેવ તથા નારકના આયુષ્યની વાત કરે છે.
સૂત્ર (૪-૩૦) પ્રયોજન ઃ ભવનપતિ નિકાયમાં દક્ષિણાર્ધના ઈન્દ્રોનું ઉત્કૃષ્ટ આયુષ્ય જણાવે છે.
૪-૨૦
भवनेषु दक्षिणार्धाधिपतीनां पल्योपममध्यर्धम् ભવનેષુ દક્ષિણાર્ધાધિપતીનાં પલ્યોપમમધ્યર્ધમ્ ભવનેષુ દક્ષિણ અર્ધ અધિપતીનાં પલ્યોપમમ્ અધ્યર્ધમ્ ૪-૩૦
૪-૩૦