________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
૨૫૮
અધ્યાય : ૪, સૂત્ર-૨૮
ગતિમાં આવે છે. મનુષ્ય ગતિમાં મૃત્યુ પામી ફરીથી વિજ્યાદિમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી ચ્યવી મનુષ્યગતિમાં આવે છે અને સંયમની સાધના કરી મોક્ષ પામે છે. સર્વાસિદ્ધ વિમાનના દેવો નિયમા એકાવતારી હોય છે.
પાંચે પ્રકારના અનુત્તર વિમાનના દેવો લઘુકર્મી હોય છે. જે મુનિઓની મોક્ષની સાધના થોડી જ બાકી રહી ગઈ હોય તેઓ આ પાંચ વિમાનમાં ઉત્પન્ન થાય છે. અનુત્તર વિમાનના જીવો, જો પૂર્વભવમાં અંતર્મુહૂર્ત જ આયુષ્ય વધારે હોત અથવા છઠના તપ જેટલી નિર્જરા વધારે થઈ હોત તો સીધા મોક્ષમાં ચાલ્યા જાત. પરંતુ ભવિતવ્યતાના બળે થોડી સાધના કરવાની બાકી રહી જવાથી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે.
સૂત્ર (૪-૨૮) પ્રયોજન ઃ તિર્યંચ કોને કહેવાય ? તેનું સ્વરૂપ જણાવે છે. औपपातिकमनुष्येभ्यः शेषास्तिर्यग्योनयः ઔપપાતિકમનુષ્યેભ્યઃ શેષાસ્તિયંગ્યોનયઃ
૪-૨૮
૪-૨૮
ઔપપાતિક મનુષ્યેભ્યઃ શેષાઃ તિર્યગ્યોનયઃ
૪-૨૮
શબ્દાર્થ : ઔપપાતિક
ઉપપાત જન્મવાળા દેવ અને નારક, મનુષ્યભ્યઃ મનુષ્ય સિવાયના, શેષાઃ બાકી રહેલા જીવો, તિર્યંગ્યોનયઃ = તિર્યંચ જીવો
કહેવાય છે.
=
=
=
સૂત્રાર્થ : ઔપપાતિક (દેવ-નારક) અને મનુષ્ય સિવાયના (જે જીવો) બાકી રહ્યા તે તિર્યંચ્ યોનિવાળા (તિર્યંચ) કહેવાય છે.
ભાવાર્થ : નારકો અને દેવો ઔપપાતિક છે. નારકો, દેવો અને મનુષ્ય સિવાયના બાકીના બધા જ સંસારી જીવોની તિર્યંચ્યોનિ (તિર્યંચ) સંજ્ઞા છે. અર્થાત્ તેઓ તિર્યંચ કહેવાય છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય (બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળા) અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવો તિર્યંચ કહેવાય છે.
સંશી પંચેન્દ્રિયમાં પણ સર્વે પક્ષીઓ (ખેચર), પાણીમાં રહેનારા મસ્ત્યાદિ જીવો (જલચર) અને ગાય, ભેંસ, ઘોડા, હાથી, સર્પ, વાનર વગેરે જીવો (સ્થલચર) તિર્યંચ કહેવાય છે.