________________
૨૫૭
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૪, સુત્ર-૨૬-૨૭ શબ્દાર્થ દરેક શબ્દ લોકાન્તિક દેવોનું નામ જણાવે છે.
સૂત્રાર્થઃ સારસ્વત, આદિત્ય, વલિ, અરુણ, ગઈતોય, તુષિત, અવ્યાબાધ, મરુત અને અરિષ્ટ (એમ નવ પ્રકારના લોકાંતિક દેવો છે).
ભાવાર્થ સૂત્ર ૪-૨૫ માં લોકાન્તિક દેવોનું સ્થાન જણાવ્યું આ સૂત્રમાં તેમના નામ જણાવ્યા છે.
(૧) સારસ્વત ઈશાન ખૂણામાં (૨) આદિત્ય પૂર્વ દિશામાં (૩) વહિન અગ્નિ ખૂણામાં (૪) અરુણ દક્ષિણ દિશામાં (૫) ગઈતોય નૈઋત્ય ખૂણામાં (૬) તુષિત પશ્ચિમ દિશામાં (૭) અવ્યાબાધ વાયવ્ય ખૂણામાં (૮) મરુત ઉત્તર દિશામાં
(૯) અરિષ્ટ બરાબર મધ્યમાં સૂત્ર (૪-૨૭) પ્રયોજન અનુત્તરના વિજ્યાદિ ચાર વિમાનના દેવોનો સંસારકાળ જણાવે છે.
विजयादिषु द्विचरमाः ४-२७ વિજયાદિષુ કિચરમા ૪-૨૭
વિજય આદિષ દ્વિ ચરમાઃ ૪-૨૭ શબ્દાર્થ : વિજ્યાદિષુ = વિજય, વૈજ્યન્ત, જયન્ત અને અપરાજિત એ ચાર વિમાનોમાં, દ્વિ = બે, ચરમા = છેલ્લી વખત (મનુષ્યપણું)
સૂત્રાર્થઃ વિજયાદિ (ચાર અનુત્તરવાસી દેવો) ચિરમ ભવવાળા હોય છે.
ભાવાર્થ સૂત્રમાં દ્વિચરમાઃ નો અર્થ મનુષ્યદેહની અપેક્ષાએ છે. એટલે કે જેમને હવે બે વાર જ મનુષ્ય જન્મ ધારણ કરવાનો છે પછી નિયમા મોક્ષે જવાના છે તેમને દ્વિચરમા કહ્યા છે.
વિજય, વૈજયન્ત, જયંત અને અપરાજિત એ ચાર વિમાનના દેવો ઍવી મનુષ્ય