________________
૨૫૬ અધ્યાય : ૪, સૂત્ર-૨૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર (૧) સ્થાન વિશેષતાઃ તેમનું નિવાસસ્થાન બ્રહ્મલોકના અન્ય દેવોની સાથે હોતું નથી, પરંતુ બ્રહ્મલોકના અંતે હોય છે.
(૨) અનુભાવ વિશેષતાઃ લોક એટલે જન્મ-જરા-મરણ રૂપ સંસાર. તેનો અંત જેમણે કર્યો છે તે લોકાંતિક.
લોકાન્તિક દેવો લઘુકર્મી અને વિષયથી રહિત હોવાથી દેવર્ષિ કહેવાય છે. તેઓ પરસ્પર નાના-મોટા ન હોવાથી સ્વતંત્ર પણ છે. તેઓ સમ્યગ્દષ્ટિ દેવો છે.
તીર્થકર ભગવંતની દીક્ષાનો સમય નીકટ જાણી તેઓ તેમના આચાર પ્રમાણે ભગવંતને દીક્ષા લેવા માટે તેમની પાસે આવીને અત્યંત હર્ષ સહિત પ્રાર્થના કરે છે.
શંકા : અરિહંત પરમાત્માના જન્મ કલ્યાણકમાં હાજરી આપતા શું બધા દેવો સમ્યગૃષ્ટિ હોય?
સમાધાન : ના. બધા દેવો સમ્યગદૃષ્ટિ હોતા નથી.
જેઓ સમ્યગ્દષ્ટિ છે તેઓ તો પ્રભુના કલ્યાણકોમાં આવી તેમના ચરણ કમળમાં વંદન-નમસ્કાર અને સ્તુતિ કરે છે. જેઓ મિથ્યાદષ્ટિ છે. તેઓ પણ કલ્યાણક પ્રસંગે હાજર થાય છે પણ તેમને ધર્મનું બહુમાન હોતું નથી. તેઓ ઇંદ્રના અનુરોધથી, દેખાદેખીથી, લોકાચારથી, પ્રિયા કે પત્નીના આગ્રહથી આવે છે.
સૂત્ર (૪-૨૬) પ્રયોજન : લોકાંતિક દેવોના નામ જણાવે છે. सारस्वतादित्यवह्नयरुणगर्दतोय तुषिताव्याबाधमरुतोऽरिष्टाश्च
૪-૨૬ સારસ્વતાદિત્યવહંયરુણગર્દતોય તુષિતાવ્યાબાધમતોરિણાશ્ચ
૪-૨૬ સારસ્વત-આદિત્ય-વતિ-અરુણ-ગઈતોયતુષિત-અવ્યાબાધ-મરુત -અરિષ્ટાઃ ચ ૪-૨૬