________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૪, સૂત્ર-૨૫
આ સૂત્ર કલ્પનો સ્થાન નિર્દેશ કરે છે.
આ કલ્પ ત્રૈવેયકની પૂર્વે હોય છે.
સૌધર્મથી અચ્યુત સુધીના બાર (૧૨) દેવલોકમાં કલ્પ છે. નવ ચૈવેયક અને પાંચ અનુત્તરમાં કલ્પ નથી. આ દેવો કલ્પાતીત છે. તેથી તેઓ અહમિન્દ્ર કહેવાય છે. અર્થાત્
બધા દેવો સમાન છે.
સૂત્ર (૪-૨૫) પ્રયોજન ઃ લોકાન્તિક દેવોનું સ્થાન જણાવે છે. ब्रह्मलोकालया लोकान्तिकाः
૪-૨૫
બ્રહ્મલોકાલયા લોકાન્તિકાઃ
૪-૨૫
૪-૨૫
૨૫૫
બ્રહ્મલોક આલયા લોકાન્તિકાઃ
શબ્દાર્થ : બ્રહ્મલોક = પાંચમો વૈમાનિક દેવલોક આલય =
નિવાસસ્થાન, લોકાન્તિક લોકાન્તિક સંજ્ઞાવાળા દેવો. સૂત્રાર્થ : લોકાન્તિ દેવોનું નિવાસસ્થાન બ્રહ્મલોક છે.
ભાવાર્થ : લોકાંતિક દેવો બ્રહ્મલોકમાં રહે છે. બ્રહ્મલોકમાં રહેનારા બધા દેવો લોકાંતિક નથી. જેઓ બ્રહ્મલોકના અંતે રહેલા છે તે દેવો લોકાંતિક કહેવાય છે. બ્રહ્મલોકના અંતે ચાર દિશામાં ચાર વિમાનો, ચાર વિદિશામાં ચાર વિમાનો અને એક મધ્યમાં એમ નવ વિમાનો આવેલા છે. આમ નવ (૯) પ્રકારના લોકાંતિક દેવો છે.
=
જેને ફક્ત એક ભવ જ બાકી છે તે લોકાન્તિક કહેવાય છે. એક જ ભવ બાકી હોવાથી ઘણા ઉચ્ચકોટિના દેવ છે. તેથી તેઓનું સ્થાન સર્વાર્થસિદ્ધ પાસે હોવું જોઈએ, પરંતુ તેઓનું શરીર-આયુષ્ય-બળ-અવધિજ્ઞાન વગેરે દૈવિક ભાવો પાંચમા દેવલોક તુલ્ય છે, તેથી તેમનું સ્થાન પાંચમા દેવલોકની પાસે છે. જ્યારે તીર્થંકર ભગવંતોનો પ્રવજ્યાકાળ (દીક્ષા કાળ) આવે ત્યારે તેઓ પ્રભુજી પાસે આવીને ‘જય જય નંદા, જય જય ભદ્દા’ એ પ્રમાણે સ્તુતિ કરીને તીર્થ પ્રવર્તાવવા માટે વિનંતિ કરે છે. લોકાન્તિક દેવો લઘુકર્મી અને વિષયથી રહિત હોવાથી દેવર્ષિ પણ કહેવાય છે.
શંકા : લોકાન્તિક દેવોની વિશેષતા શું છે ? સમાધાન : લોકાન્તિક દેવોની બે વિશેષતા છે.