SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ અધ્યાય : ૪, સૂત્ર-૨૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર સૂત્રાર્થઃ પીત (તેજો), પદ્મ અને શુક્લ લેશ્યા (અનુક્રમે) બે, ત્રણ અને શેષ દેવલોકમાં હોય છે. ભાવાર્થઃ પ્રથમના બે દેવલોક (સૌધર્મ-ઈશાન)માં પીતલેશ્યા હોય છે. પછીના ત્રણ દેવલોક (સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોકોમાં રહેતા દેવોને પવલેશ્યા હોય છે. બાકીના વૈમાનિક દેવલોકના દેવોમાં (લાંતક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ, અય્યત) તથા રૈવેયક અને અનુત્તરવાસી દેવોમાં શુક્લ લેશ્યા હોય છે. ઉપર જણાવેલી વેશ્યા સંબંધિ જે વર્ણન છે તે શારીરિક વર્ણરૂપ દ્રવ્યલેશ્યા સંબંધમાં છે. ભાવ વેશ્યા તો છે એ પ્રકારે દરેક વૈમાનિક દેવલોકમાં હોઈ શકે છે. જે દેવોની લેશ્યા સમાન છે તેમાં પણ ઉપર ઉપરના દેવોની લેગ્યાની વિશુદ્ધિ અધિક અધિક સમજવી. સૂત્ર (૪-૨૪) પ્રયોજન : કલ્પ એટલે શું? તેની મર્યાદા બતાવી છે. प्राग्वेयकेभ्यः कल्पाः ૪-૨૪ પ્રાગૈવેયકેભ્યઃ કલ્પાઃ ૪-૨૪ પ્રાગૂ ગ્રેવેયકેભ્યઃ કલ્પાઃ ૪-૨૪ શબ્દાર્થ : પ્રા = પહેલા (પૂર્વ), રૈવેયકેભ્યઃ = રૈવેયકથી કલ્પ = સ્વામી-સેવક મર્યાદા ભાવવાળા દેવોના સ્થાન સૂત્રાર્થ કૈવેયકની પૂર્વે (ના સર્વ દેવો) કલ્પવાળા છે (કલ્પવાળા કહેવાય છે.) ભાવાર્થ સૂત્ર ૪-૧૮ માં કલ્પપપન્ન અને કલ્પાતીત એમ બે પ્રકારે વૈમાનિક દેવો કહ્યા. જ્યાં સ્વામી-સેવકની મર્યાદા છે તે કલ્પમાં ઉત્પન્ન થયેલા દેવોને કલ્પપપન્ન કહ્યા હતા અને જ્યાં સ્વામી-સેવકભાવ રૂપ સામાજિક વ્યવસ્થા નથી તે કલ્પમાં ઉત્પન્ન થયેલા દેવોને કલ્પાતીત કહ્યા હતા. પરંતુ કલ્પ ક્યાં સુધી છે એવો સ્થાન નિર્દેશ કરાયો ન હતો.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy