SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૪, સૂત્ર-૨૩ ૨૫૩ (૪) ઉપપાત ઃ દેવપર્યાયમાં જન્મગ્રહણ કરવો તેને ઉપપાત કહેવાય છે. જે અન્યલિંગી એટલે કે જૈનેતર-મિથ્યાષ્ટિ છે તે વધુમાં વધુ બારમા કલ્પ - અશ્રુત દેવલોક સુધી ઉત્પન્ન થઈ શકે છે. જે જૈન હોવા છતાં મિથ્યાદષ્ટિ છે તે રૈવેયક સુધી ઉત્પન્ન થઈ શકે છે. સમ્યગદૃષ્ટિ સંયમી સૌધર્મથી આરંભી સર્વાર્થસિદ્ધ સુધી ઉત્પન્ન થઈ શકે છે. ચૌદ પૂર્વધર સાધુ બ્રહ્મલોકથી સર્વાર્થ સિદ્ધ સુધી કોઈપણ કલ્પમાં ઉત્પન્ન થઈ શકે પણ બ્રહ્મલોક નામના પાંચમા કલ્પથી નીચેના કલ્પમાં ઉત્પન્ન થતા જ નથી. (૫) અનુભાવ : પરિણમન, લોકસ્વભાવ. વિમાનો તથા સિદ્ધશિલા કોઈ જાતના આધાર વિના આકાશમાં સ્થિર રહેલા છે. તેમાં લોકસ્થિતિ (લોકસ્વભાવ) જ કારણ છે. અરિહંત પરમાત્માના જન્માભિષેક, કેવળજ્ઞાન આદિ પ્રસંગે દેવોના આસનનું કંપિત થવું તે લોકસ્વભાવ જ કારણ છે. આસન કંપથી દેવો અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે છે. તીર્થંકર પરમાત્માના કલ્યાણક વગેરેનો મહિમા જાણી નીચે આવે છે, અને સ્તુતિ, વંદના, ઉપાસના, વાણીશ્રવણ વગેરે આરાધના વડે આત્મશ્રેય સાધે છે. નવરૈવેયક અને અનુત્તર દેવો પોતાના સ્થાનમાં જ રહીને સ્તુતિ, પૂજન કરે છે. સૂત્ર (૪-૨૩) પ્રયોજન વૈમાનિક દેવલોકના દેવોની લેશ્યા જણાવે છે. पीतपद्मशुक्ललेश्या द्वित्रिशेषेषु ૪-૨રૂ પીતપશુક્લલેશ્યા દ્વિત્રિશેષેષ ૪-૨૩ પીત-પદ્ય-શુક્લ લેશ્યા દ્વિત્રિ-શેષેષ ૪-૨૩ શબ્દાર્થ : પીત = તેજો વેશ્યા, પદ્મ = પદ્મ લેશ્યા, શુક્લ = શુક્લ લેશ્યા, લેશ્યા = દેહવર્ણરૂપ વેશ્યા, દ્ધિ = પ્રથમ બે કલ્પ, ત્રિ = ત્રીજો – ચોથો - પાંચમો કલ્પ, શેષેષુ = બાકીના (છઠ્ઠી કલ્પથી પાંચમા અનુત્તર સુધી)
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy