________________
૨૫૨ અધ્યાય : ૪, સૂત્ર-૨૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર સ્થિતિવાળા દેવો એક દિવસે એકવાર શ્વાસોચ્છવાસ લે છે. સાગરોપમના આયુષ્યવાળા દેવા માટે એવો નિયમ છે કે જેનું આયુષ્ય જેટલા સાગરોપમનું હોય તેનો ઉચ્છવાસ પ્રત્યેક સાગરોપમે એક પક્ષે (પખવાડીયે) જાણવો.
(૨) આહારઃ દશ હજાર વર્ષ આયુષ્યવાળા દેવોને આહાર એક દિવસના અંતરે હોય છે.
પલ્યોપમના આયુષ્યવાળા દેવો બે થી નવ દિવસે આહાર લે છે. સાગરોપમના આયુષ્યવાળા દેવોના વિષયમાં એવો નિયમ છે કે જેનું આયુષ્ય જેટલા સાગરોપમનું હોય. તે તેટલા હજાર વર્ષ પછી આહાર લે છે.
આહારના ત્રણ ભેદ છે. ઓજાહાર, લોમાહાર અને કવલાહાર
ઓજાહાર : ઉત્પત્તિના પહેલા સમયથી શરીર પર્યાપ્તિ સુધીમાં ગ્રહણ કરાતા પુગલોનો આહાર.
લોમાહાર : શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ સ્પર્શેન્દ્રિયથી ગ્રહણ કરતા પુદ્ગલોનો આહાર. લોમાહારના બે ભેદ છે – આભોગ લોમાહાર અને અનાભોગ લોમાહાર. ઈરાદાપૂર્વક કરાતો લોમાહાર તે આભોગ લોમાહાર. જેમ કે શિયાળામાં ઠંડી દૂર કરવા કોઈપણ સાધનથી કે સૂર્ય આદિના ઉષ્ણ પુદ્ગલોનું ગ્રહણ કરવું.
અજાણતા કે આપોઆપ જે લોમાકાર થાય તે અનાભોગ લોમહાર. જેમ કે શિયાળામાં ઠંડી દૂર કરવા શીત અને ઉનાળામાં ઉષ્ણ પુદ્ગલો ચામડી દ્વારા શરીરમાં પ્રવેશે છે.
અહીં દેવોનો આહાર આભોગ લોમાહાર રૂપ છે. જયારે તેઓને આહારની અભિલાષા થાય ત્યારે તેમના પુણ્યોદયથી મનોકલ્પિત આહારના શુભ પુદ્ગલો સ્પર્શેન્દ્રિય દ્વારા શરીરપણે પરિણમે છે. તેથી શરીર પુષ્ટ થાય છે.
કવલાહાર : કોળીયાથી ગ્રહણ કરાતો આહાર. દેવોને કવલાહાર હોતો નથી.
(૩) વેદના સામાન્ય રીતે દેવોને સાતા વેદનીય અર્થાત સુખવેદના જ હોય છે. ક્યારેક જ અસાતા વેદનીય (દુ:ખની અનુભૂતિ થાય છે. અસાતા વેદનીયનો ઉદય થાય તો પણ અંતર્મુહૂર્તથી વધારે સમય રહેતો નથી. સતત શુભવેદના છ મહીના સુધી હોય છે પછી અશુભવેદના થાય છે. અંતર્મુહૂર્ત બાદ પુનઃ શુભ વેદના શરૂ થાય છે.