________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૪, સૂત્ર-૨૨
૨૫૧
દેવલોક
વિમાનોની સંખ્યા ૩૨ લાખ
સૌધર્મ
ઈશાન
૨૮ લાખ
૧૨ લાખ
સનકુમાર માહેન્દ્ર
૮ લાખ
બ્રહ્મલોક
૪ લાખ
લાંતક
૫૦ હજાર
મહાશુક્ર
૪૦ હજાર
આનત-પ્રાણત
૪
)
૩O
આરણ-અર્ચ્યુત નવરૈવેયક
૩૧૮
અનુત્તર ઊર્ધ્વલોકના...................કુલ | ૮૪,૯૭,૦૨૩ (૪) અભિમાન સુંદર સ્થાન, દેવ-દેવી પરિવાર, શક્તિ, સમૃદ્ધિ, વિભૂતિ, સ્થિતિ, અવધિજ્ઞાન વગેરેમાં અભિમાન ઉત્પન્ન થાય છે. આવું અભિમાન ઉપર ઉપરના દેવોમાં કષાય ઓછો હોવાથી ઉત્તરોત્તર ઓછું જ હોય છે. નીચે-નીચેના દેવો કરતાં ઉપર ઉપરના દેવો અધિક શક્તિશાળી હોવા છતાં તેમનું અભિમાન ઓછું-ઓછું હોય છે, આથી ઉપર ઉપરના દેવો અધિક અધિક સુખી હોય છે.
શંકા નીચેની પાંચ બાબતોમાં દેવોને શું અનુભવ છે તે સંક્ષેપમાં સમજાવશો? (૧) ઉચ્છવાસ (૨) આહાર (૩) વેદના (૪) ઉપપાત (૫) અનુભાવ
સમાધાન : (૧) ઉચ્છવાસ : જઘન્ય સ્થિતિવાળા એટલે કે ૧૦ હજાર વર્ષના આયુષ્યવાળા દેવો સાત સાત સ્તોકે એકવાર શ્વાસોચ્છવાસ લે છે. પલ્યોપમની
૧. ૭ પ્રાણ = ૧ સ્તોક, ૭ સ્તોક = ૧ લવ