SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૪, સૂત્ર-૨૨ પરિગ્રહ શબ્દાર્થ : ગતિ = ગમન કરવાની શક્તિ, શરીર = અવગાહના (શરીરની ઉંચાઈ) વિમાનનો પરિવાર, અભિમાન = અહંકાર, હીનાઃ = ઓછું ઓછું. સૂત્રાર્થ : ગતિ, શરીર, પરિગ્રહ, અભિમાન (આ ચાર વિષયોમાં ઉપર ઉપરના દેવો ક્રમશઃ) હીન હીન હોય છે. ૨૫૦ = ભાવાર્થ : (૧) ગતિ : સામાન્ય રીતે દેવો નીચે ત્રીજી પૃથ્વી સુધી જઈ શકે છે. વધુ નીચેની પૃથ્વી સુધી જવાની શક્તિ હોવા છતાં પ્રાયઃ ત્રીજી પૃથ્વીથી આગળ જતાં નથી. નવ પ્રૈવેયક અને પાંચ અનુત્તરના દેવો તો ક્યારેય પણ પોતાના વિમાનમાંથી બહાર જતા જ નથી. (૨) શરીર ઃ શરીરનું પ્રમાણ નીચે પ્રમાણે છે. દેવલોક સૌધર્મ-ઈશાન સનત્કુમાર-માહેન્દ્ર બ્રહ્મલોક-લાન્તક કેટલા હાથ ઊંચુ શરીર ? સાત હાથ છ હાથ પાંચ હાથ ચાર હાથ ત્રણ હાથ બે હાથ એક હાથ મહાશુક્ર-સહસ્ત્રાર ૯ થી ૧૨ દેવલોક નવ પ્રૈવેયક અનુત્તર (૩) પરિગ્રહ : પરિગ્રહ શબ્દથી વિમાનોનો પરિવાર સમજવાનો છે. ઉપર ઉપરના દેવલોકમાં વિમાનોની સંખ્યા ઓછી ઓછી છે. નીચેના ટેબલમાં ઉર્ધ્વદેવલોકમાં રહેલા વિમાનોની સંખ્યા દર્શાવી છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy