________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૪, સુત્ર-૨૧-૨૨
૨૪૯ શબ્દાર્થ : સ્થિતિ = આયુષ્ય, પ્રભાવ = નિગ્રહ – અનુગ્રહ શક્તિ, સુખ = સુખ, ઘુતિ = તેજ (કાંતિ), વેશ્યા વિશુદ્ધિ = કેશ્યા-દેહવર્ણની વિશુદ્ધિ, ઈન્દ્રિયવિષય = દૂરથી ઈષ્ટ વિષયોના ગ્રહણનું ઈન્દ્રિય સામર્થ્ય, અવધિવિષય = અવધિજ્ઞાનનું સામર્થ્ય.
સૂત્રાર્થઃ સ્થિતિ, પ્રભાવ, સુખ, ઘુતિ, વેશ્યાવિશુદ્ધિ, ઈન્દ્રિયવિષય, અવધિવિષય (આ સાત બાબતો ઉપર ઉપરના દેવોમાં ક્રમશ:) અધિક અધિક હોય છે.
ભાવાર્થ : ઉપર જણાવેલા બાર દેવલોક, નવ રૈવેયક તથા પાંચ અનુત્તર દેવો નીચે જણાવેલ સાત બાબતોમાં ક્રમશઃ અધિક અધિક હોય છે.
(૧) સ્થિતિ એટલે આયુષ્ય (૨) પ્રભાવ એટલે શક્તિ, લબ્ધિ (૩) સુખ એટલે હર્ષ, પ્રીતિ (૪) ઘુતિ એટલે મુખ, દેહની કાંતિ (૫) લેશ્યા એટલે પરિણામની ધારા (૬) વિશુદ્ધિ એટલે કષાયોની મંદતા (૭) ઈન્દ્રિય અવધિ એટલે ચક્ષુ વગેરે જોવાની શક્તિ.
ઉપર ઉપરના દેવોને અવધિજ્ઞાન વિશુદ્ધ અને વિશેષ હોય છે. તેઓ નીચેની પૃથ્વીઓને વધુ ને વધુ જોઈ શકે છે. એમ ક્રમશઃ વધતા એવા અવધિજ્ઞાન વડે અનુત્તર દેવો સંપૂર્ણ ત્રસનાડીને જોઈ શકે છે.
સૂત્ર (૪-૨૨) પ્રયોજન વૈમાનિક દેવો તેમની ગતિ-શરીર-પરિગ્રહ-અભિમાન એ ચાર વિષયમાં ઉપર ઉપરના કલ્પમાં રહેલી ન્યૂનતા દર્શાવે છે.
गतिशरीरपरिग्रहाभिमानतो हीनाः ગતિશરીર પરિગ્રહાભિમાનતો હીના ૪-૨૨ ગતિ-શરીર-પરિગ્રહ-અભિમાનતઃ હીનાઃ ૪-૨૨
૪-૨૨