________________
૨૪૮ અધ્યાય : ૪, સૂત્ર-૨૧
તત્ત્વાર્થાધિગમ સૂત્ર એક ઈન્દ્ર છે તથા આરણ-અય્યત એ બે દેવલોકમાં એક ઈન્દ્ર છે એ જણાવવા આનતપ્રાણત એ બે શબ્દોનો તથા આરણ-અય્યત એ બે શબ્દોનો અલગ અલગ સમાસ કરવામાં આવ્યો છે.
નવરૈવેયક સુધી ઉત્પન્ન થનારા જીવો બહુલસંસારી પણ હોઈ શકે છે. જ્યારે વિજયાદિમાં ઉત્પન્ન થનારા જીવો અલ્પસંસારી જ હોય છે. આ ભેદને બતાવવા રૈવેયકેષુ શબ્દનો અસમસ્ત (સમાસ રહિત) પ્રયોગ કર્યો છે.
વિજયાદિ ચાર વિમાનમાં ઉત્પન્ન થનારા જીવો થોડા ભવ કરીને મોક્ષમાં જાય છે જ્યારે સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થનારા જીવો એક ભવે મોક્ષ પામે છે. આ રહસ્યનું સૂચન કરવા વિજ્યાદિ ચાર શબ્દોનો સમાસ કર્યો અને સર્વાર્થસિદ્ધનો સમાસરહિત (અસમસ્ત) પ્રયોગ કર્યો.
શંકાઃ પાંચમા કલ્પનું નામ બ્રહ્મ છે. છતાં સૂત્રમાં બ્રહ્મલોક એમ બ્રહ્મની સાથે લોક શબ્દ કેમ મૂક્યો ?
સમાધાન ઃ બ્રહ્મકલ્પમાં લોકાંતિક દેવો રહે છે. એ જણાવવા બ્રહ્મ શબ્દની સાથે લોક શબ્દનો પ્રયોગ કર્યો છે. આ લોકશબ્દથી લોકાન્તિક દેવોનો બોધ થાય છે. ત્યાં રહેવાવાળા દેવ અત્યંત શુભ પરિણામવાળા છે. ઋષિની માફક રહેતા હોવાથી બ્રહ્મર્ષિ પણ કહેવાય છે. તેમને પરમાત્માના કલ્યાણકો જોવાની વિશેષ રૂચિ હોય છે. નિયમા મોક્ષગામી આ જીવો હોય છે.
સૂત્ર (૪-૨૧) પ્રયોજનઃ વૈમાનિક દેવોની સ્થિતિ, પ્રભાવ આદિમાં ઉપર ઉપરના દેવલોકમાં રહેલી અધિકતા દર્શાવે છે.
स्थितिप्रभावसुखद्युतिलेश्याविशुद्धी न्द्रियावधिविषयतोऽधिकाः
४-२१ સ્થિતિ પ્રભાવસુખતિલેશ્યાવિશુદ્ધી ન્દ્રિયાવધિવિષયતોડધિકાઃ
૪-૨૧ સ્થિતિ-પ્રભાવ-સુખ-ઘુતિ-લેશ્યા-વિશુદ્ધિઈન્દ્રિય-અવધિ વિષયતઃ અધિકાર ૪-૨૧