SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ કૃ૦૦૦ || || || તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૪, સૂત્ર-૨૦ ૨૪૭ કલ્પોપપન્ન એવા ૧૨ દેવલોકના નામ ૦ ૦ ૦ , Id ઉપર જણાવ્યા. કલ્પાતીતના રૈવેયક અને અનુત્તર એમ બે ભેદ છે. રૈવેયકના નવ (૯) ભેદ છે અને અનુત્તરના પાંચ (૫) ભેદ છે. ગળાના અલંકારને રૈવેયક કહેવામાં આવે છે. લોકને પુરુષની ઉપમા આપીએ તો નવ રૈવેયક લોકરૂપ પુરુષની ગ્રીવાના (ડોક-ગળાના) સ્થાને છે, ગ્રીવાના આભરણ રૂપ છે. આથી તેમને રૈવેયક કહેવામાં આવે છે. ત્રણ ત્રણના ગ્રુપમાં નવ રૈવેયક દેવો છે. રૈવેયકની ઉપરના વિમાનમાં ઉત્પન્ન થયેલા જીવો અલ્પસંસારી હોવાથી ઉત્તમ છે. તેમનાથી બીજા કોઈ દેવો ઉત્તમ નથી. આથી તેમના વિમાનોને અનુત્તર વિમાન કહેવામાં આવે છે. બીજી રીતે એમ પણ કહેવાય છે કે દેવલોકને અંતે આવેલા હોવાથી તેમની ઉત્તર (પછી) કોઈ વિમાનો ન હોવાથી અનુત્તર કહેવાય છે. ઉપર જે બાર (૧૨) દેવલોક જણાવ્યા તેમાં ત્રણ કિલ્ટીષિક દેવો છે જેઓ હલક કામ કરે છે. પહેલો કિલ્બીષિક પહેલા - બીજા દેવલોકની નીચે છે. બીજો કિલ્ટીષિક ત્રીજા દેવલોકની નીચે છે. અને ત્રીજો કિલ્ટીષિક છઠ્ઠા દેવલોકની નીચે છે. શંકા : સમગ્ર સૂત્રમાં બધા શબ્દોનો એક સમાસ ન કરતા જુદા જુદા સમાસો કરવામાં આવ્યા છે તેનું શું રહસ્ય છે ? સમાધાન : સૌ પ્રથમ સૌધર્મથી સહસ્ત્રાર સુધીનો એટલે કે, પહેલાથી આઠમા દેવલોકનો સમાસ કર્યો છે અને ત્યાં સહસ્ત્રારેષ પદ મૂક્યું છે. આનું કારણ એ છે કે ૧ થી ૮ દેવલોક સુધી મનુષ્યો અને તિર્યંચો ઉત્પન્ન થાય છે પરંતુ આઠમા સહસ્ત્રાર કલ્પ પછી ફક્ત મનુષ્યો જ ઉત્પન્ન થાય છે. તિર્યંચો ઉત્પન્ન થતા નથી. વળી દેવીઓનું ગમનાગમન પણ આઠમા દેવલોક સુધી છે માટે પહેલો સમાસ સહસ્ત્રારેષુ કર્યો છે. બીજો સમાસ નવમા-દશમાં કલ્પનો કર્યો છે “આનતપ્રાણતયોઃ વડે, ત્રીજો સમાસ અગીયારમા–બારમા કલ્પનો કર્યો આરણાવ્યુતયોઃ વડે. આનત-પ્રાણત એ બે દેવલોકમાં
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy