________________
૨૪૬
અધ્યાય : ૪, સૂત્ર-૨૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
ભાવાર્થ :
(૧) સૌધર્મકલ્પ ઃ જ્યોતિષ્ક વિમાનોથી અસંખ્ય યોજન ઉપર ગયા પછી મેરુની દક્ષિણ દિશામાં સૌધર્મ કલ્પ (દેવલોક) આવેલો છે.
(૨) ઈશાન કલ્પ : સૌધર્મ કલ્પથી થોડો ઊંચો (ઉપરની દિશામાં) પરંતુ ઉત્તર ભાગમાં (ચિત્રમાં જોતા જમણી બાજુએ) ઈશાન કલ્પ છે.
(૩) સનત્કુમાર કલ્પ ઃ સૌધર્મ કલ્પની સમશ્રેણિમાં પણ સૌધર્મ કલ્પથી અત્યંત દૂર અસંખ્ય યોજન ઊંચે સનકુમાર કલ્પ છે.
(૪) માહેન્દ્ર કલ્પ : ઈશાન કલ્પથી સમશ્રેણિમાં પણ ઉપર અસંખ્ય યોજન ઊંચે ગયા પછી માહેન્દ્રકલ્પ છે.
(૫) બ્રહ્મલોક : સનમાર અને માહેન્દ્ર કલ્પથી અસંખ્ય યોજન ઉપર, બંનેની બરાબર મધ્યમાં પાંચમો બ્રહ્મલોક કલ્પ છે. પાંચમા દેવલોકની બાજુમાં નવ લોકાન્તિક દેવો છે. તેઓ મોટા ભાગે એકાવતારી હોય છે.
(૬,૭,૮) લાન્તક, મહાશુક્ર અને સહસ્રાર કલ્પ :
બ્રહ્મ દેવલોકથી ઉપર સમશ્રેણિમાં એકબીજાથી અસંખ્યાત યોજન ઉંચે ક્રમશઃ લાંતક, મહાશુક્ર અને સહસ્ત્રાર કલ્પો આવેલા છે. અર્થત્ બ્રહ્મલોકની ઉપર સમશ્રેણિમાં લાંતક, લાંતકની ઉપર સમશ્રેણિમાં મહાશુક્ર અને મહાશુક્રની ઉપર સમશ્રેણિમાં સહસ્ત્રાર દેવલોક આવેલા છે.
(૯-૧૦) આનત-પ્રાણત કલ્પ : આઠમા સહસ્રાર કલ્પની ઉપર અસંખ્ય યોજન ગયા બાદ દક્ષિણ દિશામાં આનત અને ઉત્તરમાં પ્રાણત કલ્પ છે.
દક્ષિણમાં રહેલા સૌધર્મ કલ્પની સમશ્રેણિમાં આનત કલ્પ છે અને ઉત્તરમાં રહેલા ઈશાન કલ્પની સમશ્રેણિમાં પ્રાણત કલ્પ છે.
નવમા આનત કલ્પથી ઉપર અસંખ્ય યોજન ગયા બાદ સમાન દિશામાં અને સમાન શ્રેણિમાં આરણ નામનો અગિયારમો દેવલોક છે.
દશમા પ્રાણત દેવલોકની ઉપર અસંખ્ય યોજન ગયા બાદ સમાન દિશામાં અને સમાન શ્રેણિમાં અચ્યુત નામનો બારમો દેવલોક છે.