________________
૨૪૪ અધ્યાય : ૪, સૂત્ર-૧૯
તત્ત્વાર્થાધિગમ સૂત્ર શબ્દાર્થ : કલ્પપપન્ન = કલ્પ (આચાર)વાળા. કલ્પાતીતાઃ = કલ્પ રહિત છે તેવા. ગમનાગમન (આચાર વિનાના) સૂત્રાર્થ : (વૈમાનિક દેવોના) કલ્પોપપન્ન અને કલ્પાતીત એમ બે પ્રકાર છે.
ભાવાર્થ કલ્પ એટલે “મર્યાદા” અથવા “આચાર”. સૂત્ર ૪-૩ પ્રમાણે ભવનપતિવ્યંતર-જ્યોતિષ્ક અને સૌધર્મથી અશ્રુત સુધીના બાર દેવલોકનો સમાવેશ કલ્પમાં થાય છે. તેમ છતાં અહીં કલ્પોપપન્ન શબ્દને પારિભાષિક શબ્દ રૂપે સ્વીકારીને ફક્ત બાર દેવલોકના દેવા માટે જ આ સૂત્રમાં “કલ્પોપપન્ન” શબ્દ મૂક્યો છે. અર્થાત્ પ્રથમના બાર (૧૨) દેવલોકમાં કલ્પ (નાના-મોટાની મર્યાદા, સમાજ વ્યવસ્થા) હોવાથી તેમાં ઉત્પન્ન થયેલા દેવો કલ્પોપપન્ન કહેવાય છે.
આવી સમાજ વ્યવસ્થા વિનાના દેવો કલ્પાતીત કહેવાય છે. નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થયેલા દેવો કલ્પાતીત છે. કલ્પાતીત દેવોમાં સ્વામી-સેવક ભાવ નથી પરંતુ દરેક સ્વયં અહમિન્દ્ર છે. કલ્પાતીત દેવો પોતાનું સ્થાન છોડીને જતાં નથી.
સૂત્ર (૪-૧૯) પ્રયોજન : વૈમાનિક નિકાયના દેવલોકનું સ્થાન જણાવે છે. उपर्युपरि ૪-૨૧ ઉપર્યપરિ ૪-૧૯ ઉપરિ-ઉપરિ ૪-૧૯ શબ્દાર્થ : ઉપરિ-ઉપરિ = ઉપર ઉપર સૂત્રાર્થ : (વૈમાનિક નિકાયના દેવો) ઉપર ઉપર (રહેલા છે.)
ભાવાર્થ : આ સૂત્રમાં સૂત્રકારે ફક્ત સ્થાન જ બતાવ્યું છે. સૂત્ર ૪-૧૭માં વૈમાનિકાઃ શબ્દની અનુવૃત્તિથી (અર્થાત્ તે સૂત્રનો આધાર લઈને) વૈમાનિક દેવલોક ઉપર ઉપર છે તે સ્પષ્ટ સમજાય છે.
વૈમાનિક નિકાયના દેવલોકોનું સ્થાન વ્યંતર નિકાયની જેમ અવ્યવસ્થિત નથી અને જ્યોતિષ્ક નિકાયની જેમ તિર્જી પણ નથી પરંતુ ઉપર ઉપર છે.