________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૪, સૂત્ર-૧૮
૨૪૩
સૂત્ર ૪-૧૭માં ‘વૈમાનિકાઃ' શબ્દ આપીને વૈમાનિક દેવોનું વર્ણન શરૂ કર્યું.
આ અધિકાર લાંબો છે એટલે માત્ર વૈમાનિકાઃ શબ્દ આપીને પ્રણાલિકા જાળવી
રાખી.
વૈમાનિક એટલે આવાસ કે ભવનમાં નહીં પણ ઊર્ધ્વલોકમાં રહેનારા અને ‘વિમાનોમાં ઉત્પન્ન થાય તે' એવો અર્થ કર્યો છે. જો કે જ્યોતિષ્ક દેવો પણ વિમાનમાં
જ ઉત્પન્ન થાય છે. પરંતુ આ દેવોનું ‘વૈમાનિક’ એવું પારિભાષિક નામ છે તેમ સમજવું. આ વૈમાનિક દેવોનો અધિકાર સૂત્ર ૪-૨૭ સુધી સળંગ ચાલશે.
શંકા : તમે સૂત્ર (૪-૧૭) પ્રયોજનમાં કહ્યું કે આ સૂત્રથી વૈમાનિક નિકાયનો અધિકાર શરૂ થાય છે. ‘અધિકાર શરૂ થાય છે’ એટલે શું ?
સમાધાન : ‘અધિકાર શરૂ થાય છે.’ એટલા માટે કહ્યું કે હવે પછીના દસ સૂત્રોમાં વૈમાનિક દેવોને વિષે અનેક વિગતો જણાવી છે જેમકે :
• સૂત્ર ૪-૧૮ વૈમાનિક દેવોના મુખ્ય બે ભેદ જણાવે છે.
• સૂત્ર ૪-૧૯ વિમાનોના સ્થાન જણાવે છે.
·
•
·
સૂત્ર ૪-૨૦ વૈમાનિકોના બાર ભેદ જણાવે છે.
સૂત્ર ૪-૨૧ સ્થિતિ-પ્રભાવ-સુખ-પ્રકાશ-લેશ્યા, ઉપર ઉપરના દેવોમાં અધિક અધિક છે તે જણાવે છે.
•
સૂત્ર ૪-૨૨ ગતિ-શરીર-પરિગ્રહ-અભિમાનમાં ઉપર ઉપરના દેવોની હીનતા (ઘટતું જાય) છે તે જણાવે છે.
· સૂત્ર ૪-૨૩ કયા વૈમાનિકને કઈ લેશ્યા છે તેનું વર્ણન છે.
સૂત્ર ૪-૨૪ થી ૪-૨૭ મુખ્યત્વે કલ્પાતીત દેવોના ભેદ જણાવે છે.
સૂત્ર (૪-૧૮) પ્રયોજન ઃ વૈમાનિક દેવોના મુખ્ય બે ભેદ જણાવે છે : कल्पोपपन्नाः कल्पातीताश्च
૪-૧૮
કલ્પોપપન્નાઃ કલ્પાતીતાશ્ર
૪-૧૮
કલ્પ-ઉપપન્નાઃ કલ્પ-અતીતાઃ ચ
૪-૧૮