________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૪, સૂત્ર-૧૭
તિર્હાલોકમાં બે પ્રકારના જ્યોતિષ્ક દેવો છે. ચર અને સ્થિર. ચર (પરિભ્રમણ કરતા) જ્યોતિષ્ક દેવોનું વર્ણન સૂત્ર ૪-૧૪ માં આવી ગયું. આ સૂત્રમાં (૪-૧૬માં) સ્થિર જ્યોતિષ્ક દેવોની ચર્ચા છે.
૨૪૨
અઢી દ્વીપની બહાર સર્વે જ્યોતિષ્ક દેવો સ્થિર છે. સૂર્ય-ચંદ્ર સ્થિર હોવાથી જ્યાં સૂર્યનો પ્રકાશ જતો નથી ત્યાં સદા અંધકાર અને જ્યાં સૂર્યનો પ્રકાશ પહોંચે છે ત્યાં સદા પ્રકાશ હોય છે. સૂર્ય અતિશય તાપવાન નથી. ચંદ્ર અતિશય શીતલ નથી. બંનેના કિરણો શીતોષ્ણ હોવાથી સુખકારી હોય છે.
માનુષોત્તર પર્વત પછી આવેલા બધા જ દ્વીપ સમુદ્રોમાં એટલે કે બીજા પુષ્કરાર્ધથી (અર્ધપુષ્કરથી) માંડીને સ્વયંભૂરમણ સમુદ્ર સુધી સર્વે દ્વીપ-સમુદ્રોમાં જ્યોતિષ્ક દેવો સ્થિર
છે.
સૂત્ર (૪-૧૭) પ્રયોજનઃ ભવનપતિ - વ્યંતર - જ્યોતિષ્મ ત્રણ નિકાયોના વર્ણન પછી ચોથા વૈમાનિક નિકાયનો અધિકાર શરૂ થાય છે.
वैमानिकाः
૪-૧૭
વૈમાનિકાઃ
૪-૧૭
વૈમાનિકાઃ
૪-૧૭
શબ્દાર્થ : વૈમાનિકાઃ = વૈમાનિક દેવો
સૂત્રાર્થ : (અહીંથી) વૈમાનિક દેવો (નો અધિકાર શરૂ થાય છે).
ભાવાર્થ : : આ સૂત્ર પૂર્વે પહેલી ત્રણ નિકાયના દેવોનું વર્ણન એક-એક સૂત્ર આપી સૂત્રકારે કર્યું.
સૂત્ર ૪-૧૧ માં ‘ભવનવાસિ' શબ્દથી સૂત્રની રચના કરી અને ભવનપતિ નિકાયના દેવોનું વર્ણન કર્યું.
સૂત્ર ૪-૧૨ માં ‘વ્યન્તરાઃ' શબ્દથી શરૂ કરીને વ્યંતર દેવોનું વર્ણન કર્યું.
સૂત્ર ૪-૧૩ માં ‘જ્યોતિષ્કાઃ' શબ્દથી શરૂ કરીને જ્યોતિષ્ક દેવોનું વર્ણન કર્યું.