________________
૨૪૧
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૪, સૂત્ર-૧૬ સમાધાન : હા છે. પણ બહુ ઉંડા જવું પડે. શાસ્ત્રમાં નીચે પ્રમાણે જાણવા મળે છે. ૨ ઘડી = ૧ મુહૂર્ત ૩૦ મુહૂર્ત = ૧ અહોરાત્ર ૧૫ અહોરાત્ર = ૧ કૃષ્ણ પક્ષ કે શુક્લ પક્ષ ૨ પક્ષ = ૧ માસ
૨ માસ = ૧ ઋતુ
૩ ઋતુ = ૧ અયન
૨ અયન = ૧ સંવત્સરવર્ષ ૫ વર્ષ = ૧ યુગ ૮૪,00,000 વર્ષ = ૧ પૂર્વાગ. ૮૪,00,000 પૂર્વાગ = ૧ પૂર્વ.
સૂત્ર (૪-૧૬) પ્રયોજન ઃ મનુષ્યલોકની બહાર જ્યોતિષ્ક સ્થિર છે? તેનો ઉત્તર આ સૂત્રમાં છે.
बहिरवस्थिताः ४-१६ બહિરવસ્થિતાઃ ૪-૧૬ બહિઃ અવસ્થિતાઃ ૪-૧૬ શબ્દાર્થ : બહિઃ = બહાર, અવસ્થિતાઃ = સ્થિર રહેલા છે. સૂત્રાર્થ : (મનુષ્યલોકની) બહાર (જ્યોતિષ્ક વિમાનો) સ્થિર છે.
ભાવાર્થઃ પ્રથમ (૪-૧) સૂત્રમાં દેવોની ચાર નિકાયો બતાવી તેમાં ત્રીજી નિકાય તે જ્યોતિષ્ક દેવો. આ જ્યોતિષ્ક દેવોનું સ્થાન મધ્યલોકમાં (તિથ્યલોકમાં) છે.