________________
૨૪) અધ્યાય : ૪, સૂત્ર-૧૫
તત્ત્વાર્થાધિગમ સૂત્ર સ્કંધથી બીજા સ્કંધ સુધી તુટતા ઓછો કાળ જાય. આ સ્કંધના વિભાગ કરતાં પણ સમય અતિ સૂક્ષ્મ છે.
સરળ ભાષામાં એમ કહેવાય કે ચપટી વગાડતા અથવા આંખના પલકારામાં અસંખ્ય સમય પસાર થઈ જાય છે.
શંકા : ૧ મુહૂર્ત = ૨ ઘડી કહેવાય છે તો ૧ ઘડી એટલે શું? તેનું પણ સૂક્ષ્મ માપ હશે ?
સમાધાન : સૂત્રકાર મહર્ષિએ સ્વોપજ્ઞ ભાષ્યમાં આ પ્રમાણે જણાવ્યું છે. અસંખ્ય સમય = ૧ આવલિકા સંખ્યાતી (૨પ૬) આવલિકાનો એક પ્રાણ
૭ પ્રાણ = ૧ સ્તોક
૭ સ્તોક = ૧ લવ (૩૮) લવ = ૧ ઘડી શંકા ઃ સ્વપજ્ઞ એટલે શું? સમાધાન : સ્વ + ઉપજ્ઞ = સ્વપજ્ઞ. ઉપન્ન = બનાવેલું, સ્વ = પોતાનું સ્વોપજ્ઞ એટલે પોતે રચેલું એમ કહેવાય છે. શંકા : ૧ મુહૂર્તની જુદી જુદી વ્યાખ્યા જોવા મળે છે. સમાધાન : શાસ્ત્રમાં મુહૂર્તની ચાર રીતે વ્યાખ્યા કરી છે. ૧ મુહૂર્ત = ૬૫૫૩૬ ક્ષુલ્લક ભવ (નાનામાં નાનો ભવ) ૧ મુહૂર્ત = ૧,૬૭,૭૭,૨૧૬ આવલિકા (એક કરોડ, સડસઠ લાખ, સીત્તોતેર હજાર, બસ્સો સોળ આવલિકા) ૧ મુહૂર્ત = ૨ ઘડી અથવા ૪૮ મિનિટ શંકાઃ એક પૂર્વ એટલે શું? તેની સાથે વર્ષ મહિના કે મુહૂર્તનો કોઈ સંબંધ ખરો?