________________
૨૩૯
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૪, સૂત્ર-૧૫ સૂત્ર (૪-૧૫) પ્રયોજનઃ જ્યોતિષ્ક વિમાનોની ગતિથી થતા કાળ વિભાગીકરણને જણાવે છે.
तत्कृतः कालविमागः ४-१५ તત્કૃતઃ કાલવિભાગઃ ૪-૧૫ તત્ કૃતઃ કાલવિભાગઃ ૪-૧૫
શબ્દાર્થ ઃ તત્ = તે (જ્યોતિષ્ક) વડે, કૃત = કરાયેલ, કાલવિભાગ = કાળની ગણત્રી.
સૂત્રાર્થ : તે (જયોતિષ્ક વિમાનોની ગતિ) વડે કાળનો વિભાગ (ગણતરી) થાય
ભાવાર્થ : અઢીદ્વીપમાં રહેલા સર્વે સૂર્યો અને સર્વે ચંદ્રો જંબૂદ્વીપના મેરુપર્વતની ચારે તરફ પ્રદક્ષિણા કરતા સતત ફર્યા જ કરે છે. જ્યાં જ્યાં સૂર્યનું આગમન હોય ત્યાં ત્યાં પ્રકાશ થવાથી દિવસ થાય છે અને જયાં જ્યાં સૂર્યનો અભાવ હોય છે ત્યાં ત્યાં ચંદ્ર હોય તો પણ અને ચંદ્ર ન હોય તો પણ રાત્રિ કહેવાય છે.
દિવસ - રાત્રિનો વ્યવહાર સૂર્યના હોવા અને ન હોવાથી થાય છે. એકમ-બીજત્રીજ આદિ તિથિઓનો વ્યવહાર ચંદ્રથી થાય છે. રાત્રિ-દિવસના કારણે પંદર દિવસનું પખવાડીયું, બે પખવાડિયાનો (ત્રીસ દિવસનો) એક માસ, બે માસની એક ઋતુ. એક વર્ષમાં છ ઋતુ થાય છે. હેમન્ત, શીશીર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ.
શંકા : જૈનશાસ્ત્રમાં ‘સમય’ શબ્દ ઘણીવાર આવે છે. આ ‘સમય’ શું છે?
સમાધાન: સમય એ કાળનો અવિભાજ્ય અંશ છે. સમય એ અતિ સૂક્ષ્મ કાળ છે. કેવળી ભગવંત પણ આ કાળનો વાણી દ્વારા નિર્દેશ કરી શકે નહિ ફક્ત શેયવિષય રૂપે જ જાણે. ઉપમા દ્વારા સમયની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છે.
એક મજબુત, સ્વસ્થ અને યુવાન પુરુષ બારીકમાં બારીક તથા અતિ જીર્ણ કાપડ એક જ સપાટામાં જોરથી ફાડી નાંખે ત્યારે જેટલો કાળ પસાર થાય, તેના કરતાં તે કપડાના એક તારથી બીજો તાર તુટતા ઓછો કાળ જાય. તેના કરતા પહેલા તારના એક તાંતણાથી બીજા તાંતણા સુધી તુટતા ઓછો કાળ જાય. તે તાંતણામાં પણ એક