________________
૨૩૮
મનુષ્યલોકમાં (અઢીદ્વીપમાં)
જંબૂઢીપ
અધ્યાય : ૪, સૂત્ર-૧૪
સૂર્યની સંખ્યા
૨
૪
૧૨
૪૨
લવણસમુદ્ર
ઘાતકી ખંડ
કાલોદિધ સમુદ્ર
અર્ધપુષ્કર
અઢી દ્વીપમાં
કુલ ...૧૩૨
કુલ ...૧૩૨
તે સૂર્ય - ચંદ્ર પૂર્વમાં ૬૬-૬૬ અને પશ્ચિમમાં ૬૬-૬૬ એમ બે ભાગમાં વિભાજીત હોવાથી ચંદ્રની પંક્તિ ૬૬-૬૬ એવું કહેવામાં આવે છે.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
૭૨
ચંદ્રની સંખ્યા
૨
૪
૧૨
૪૨
૭૨
જ્યોતિષ્ક વિમાનો સ્વભાવથી જ પરિભ્રમણશીલ હોવા છતાં વિશેષ પ્રકારની સમૃદ્ધિ પ્રગટ કરવાના હેતુથી તથા આભિયોગ્ય નામકર્મના ઉદયથી કેટલાક દેવો તે વિમાનોને વહન કરે છે. તે દેવો પરિભ્રમણ કરતા વિમાનોની નીચે નીચે ગમન કરે છે અને સિંહ આદિના રૂપે વિમાનોને વહન કરે છે.
પૂર્વમાં સિંહના રૂપે, દક્ષિણમાં હાથીના રૂપે, પશ્ચિમમાં બળદના રૂપે, અને ઉત્તરમાં ઘોડાના રૂપે દેવો વિમાનોને વહન કરે છે.
ચંદ્રના વિમાનને ૧૬,૦૦૦, સૂર્યમાં વિમાનને ૧૬,૦૦૦, ગ્રહના વિમાનને ૮,૦૦૦, નક્ષત્રના વિમાનને ૪,૦૦૦ અને તારાના વિમાનને ૨,૦૦૦ દેવો વહન કરે છે.
ચંદ્ર આદિની પરિભ્રમણ ગતિ ક્રમશઃ અધિક અધિક છે. સૌથી ઓછી ગતિ ચંદ્રની છે, તેનાથી સૂર્યની ગતિ અધિક છે, તેનાથી ગ્રહની ગતિ અધિક છે, તેનાથી નક્ષત્રની ગતિ અધિક છે, તેનાથી ‘તારા’ ની ગતિ અધિક છે.
જ્યોતિષ્મ દેવોની ઋદ્ધિમાં સૌથી અધિક ઋદ્ધિવંત ચંદ્ર છે તેનાથી કંઈક ઓછી ઋદ્ધિ સૂર્યની છે તેનાથી કંઈક ઓછી ઋદ્ધિ ગ્રહોની છે, તેનાથી કંઈક ઓછી ઋદ્ધિ નક્ષત્રોની છે અને સૌથી અલ્પ ઋદ્ધિ ‘તારા’ની છે.