________________
૨૩૭
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૪, સૂત્ર-૧૪ સૂત્ર (૪-૧૪) પ્રયોજનઃ જ્યોતિષ્ક વિમાનોના પરિભ્રમણ ક્ષેત્રને જણાવે છે. मेरुप्रदक्षिणा नित्यगतयो नृलोके ४-१४ મેપ્રદક્ષિણા નિત્યગતયો નૃલોકે ૪-૧૪ મેપ્રદક્ષિણા નિત્યગતયઃ નૃલોકે ૪-૧૪
શબ્દાર્થ ઃ મેરુ પ્રદક્ષિણા = મેરુ પર્વતને પ્રદક્ષિણા કરતા, નિત્યગતય = હંમેશા ગતિ કરનારા, નૃલોક = મનુષ્યલોકમાં.
સૂત્રાર્થ : મેરુ પર્વતને પ્રદક્ષિણા કરતા નિત્ય ગતિ કરનારા જ્યોતિષ્ક દેવો મનુષ્યલોકમાં છે. (અર્થાત્ પાંચ પ્રકારના જ્યોતિષક દેવો મનુષ્યલોકમાં સદા મેરુપર્વતને પ્રદક્ષિણા આપતા પરિભ્રમણ કરે છે).
ભાવાર્થ : અઢી દ્વીપમાં જે સૂર્ય – ચંદ્ર - ગ્રહ - નક્ષત્ર અને તારાઓ છે તે જંબૂદ્વીપમાં રહેલા મેરુ પર્વતની ચારે બાજુ પ્રદક્ષિણાના આકારે સદા ગતિશીલ છે.
પુષ્કરાર્ધ
કાલોદધિ
ધાતકી લવણ
જંબૂ
!
|"ws
-
s
#
#$| !
|