SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ અધ્યાય : ૪, સૂત્ર-૧૩ તત્ત્વાર્થાધિગમ સૂત્ર સૂત્ર (૪-૧૩) પ્રયોજન : જ્યોતિષ્ક નિકાયના ભેદો જણાવે છે. ज्योतिष्काः सूर्याश्चन्द्रमसो ग्रहनक्षत्रप्रकीर्णतारकाश्च ૪-૨૩ જયોતિષ્ઠાઃ સૂર્યાશ્ચન્દ્રમસો ગ્રહનક્ષત્રપ્રકીર્ણતારકાશ ૪-૧૩ ૪-૧૩ જ્યોતિષ્ઠાઃ સૂર્યાઃ ચન્દ્રમ ગ્રહ-નક્ષત્ર-પ્રકીર્ણતારકાઃ ચ ૪-૧૩ શબ્દાર્થ જયોતિષ્ક = ત્રીજી નિકાયના દેવો, પ્રકીર્ણતારક = છુટા છુટા તારા, સૂર્ય – ચન્દ્રમણ્ – ગ્રહ - નક્ષત્ર = તારા, સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો સૂત્રાર્થઃ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાઓ જયોતિષ્કનિકાયના (પાંચ ભેદો) ભાવાર્થ : જ્યોતિષ્કદેવોના પાંચ ભેદો છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા. હવે તેમનું સ્થાન જોઈએ. આ વિશ્વનું જે ભૂમિનું સરખું લેવલ છે તેને સમભૂતળા કહેવાય છે. સમ = સરખી, ભૂ = પૃથ્વી, અને તલ = તળિયું. ૧૪ રાજલોકના મધ્યમાં મેરુ પર્વત છે. મેરુની અંદરના મધ્યભાગને સમભૂતલા કહેવાય છે. સમભૂલા પૃથ્વીથી ૭૯0 યોજન ઊંચાઈએથી જ્યોતિષ ચક્રના ક્ષેત્રનો પ્રારંભ થાય છે. ત્યાંથી ઉપર ૧૧૦ યોજનામાં સમગ્ર જ્યોતિષ ચક્ર આવે છે. સમભૂલા પૃથ્વીથી ૭૯૦ યોજન ઊંચે તારા આવેલા છે. તેનાથી ૧૦ યોજન ઉપર જતા સૂર્ય આવે છે. તેનાથી ૮૦ યોજન ઉપર જતાં ચંદ્ર આવે છે. તેનાથી ૪ યોજન ઉપર નક્ષત્ર આવે છે. તેનાથી ૪ યોજન ઉપર બુધ આવે છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy