________________
૨૩૩
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૪, સૂત્ર-૧૨ (૩) મહોરગ : મહાવેગવાળા, સૌમ્ય, મોટા શરીરવાળા, વિવિધ પ્રકારના વિલેપનવાળા, વિવિધ આભરણોથી શોભતા, શ્યામવર્ણના, સ્વચ્છ અને ઉજ્જવલ હોય છે. તેમનું ચિહ્ન નાગવૃક્ષની ધજા છે.
(૪) ગાન્ધર્વ ઃ તેમનું સ્વરૂપ જોવામાં પ્રિય હોય છે. સુંદર રૂપ તથા સુંદર મુખાકૃતિવાળા હોય છે. માથા પર મુગટ અને ગળામાં હારથી શોભે છે. તેમનું ચિહ્ન તુમ્બરુ વૃક્ષની ધજા છે.
(૫) યક્ષઃ નિર્મળ, શ્યામવર્ણવાળા અને ગંભીર હોય છે. પ્રકાશમાન મુગટના ધારણ કરવાવાળા, વિવિધ પ્રકારના રત્નો અને આભુષણોથી શોભે છે. તેમનું ચિહ્ન વટવૃક્ષની ધજા છે.
(૬) રાક્ષસઃ શુધ્ધ અને નિર્મળ વર્ણવાળા, જોવામાં ભયંકર, વિકરાળ રાતા અને લાંબા હોઠવાળા, સુવર્ણમય આભુષણોવાળા વિવિધ પ્રકારના વિલેપનોથી યુક્ત હોય છે. તેમનું ચિહ્ન ખટ્વાંગની ધજા છે.
(૭) ભૂતઃ શ્યામવર્ણના પણ સુંદર રૂપવાળા, સૌમ્ય સ્વભાવવાળા, અતિશૂલ અનેક પ્રકારના વિલેપનોથી યુક્ત હોય છે. તેમનું ચિહ્ન સુલસવૃક્ષની ધજા છે.
(૮) પિશાચ સૌમ્યદર્શનવાળા, હાથમાં અને ડોકમાં મણિરત્નમય આભુષણવાળા છે. તેમનું ચિહ્ન કદમ્બવૃક્ષની ધજા છે.
વ્યંતર દેવોમાં કિન્નર આદિ આઠ જાતિના દેવો સિવાય વાણવ્યંતર જાતિના દેવો પણ છે. રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ૧OO યોજનમાંથી ઉપર નીચે ૧૦-૧૦ યોજન છોડી બાકીના ૮૦ યોજનના ભાગમાં વાણવ્યંતર દેવોનો જન્મ થાય છે. આ દેવો પ્રાયઃ પર્વતની ગુફા વગેરેમાં રહે છે.
શંકા : આ લોકમાં ભૂત-પ્રેત-રાક્ષસ વગેરે શબ્દો સાંભળવા મળે છે તે વ્યંતરનિકાયના છે ?
સમાધાન : હા. બધા વ્યંતર નિકાયની જાતિઓ છે. પરંતુ લોકમાં માન્યતા છે કે મૃત્યુ પછી કોઈ આત્મા ભૂત થાય કે પ્રેત થાય અને ભટક્યા કરે અથવા તે આત્માની અમૂક ઇચ્છા સંતોષાય ત્યારે તે મુક્ત થાય છે વગેરે આ માન્યતાઓ માત્ર કલ્પના છે.