________________
૨૩૨ અધ્યાય : ૪, સૂત્ર-૧૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર શબ્દાર્થઃ વ્યન્તરાઃ = વ્યન્તર નિકાયના દેવો
કિન્નર - કિંજુરુષ – મહોરગ - ગાન્ધર્વ - યક્ષ - રાક્ષસ - ભૂત – પિશાચ = આ આઠે વ્યંતરની જાતિ છે.
સૂત્રાર્થઃ કિન્નર, જિંપુરુષ, મહોરગ, ગાંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ (એ પ્રમાણે) વ્યંતર દેવોના આઠ ભેદો છે.
ભાવાર્થ : વ્યંતર દેવો ગુફા, પર્વત, વન વગેરેના વિવિધ આંતરામાં રહેતા હોવાથી બંતર કહ્યા છે.
અથવા ભવનપતિ અને જયોતિષ્ક એ બે નિકાયના મધ્યમાં (આંતરામાં) રહેતા હોવાથી વ્યંતર કહ્યા છે.
બાળકની જેમ એક સ્થાને સ્થિર રહી શક્તા નથી. સ્વતંત્રપણે તેઓ ગમનાગમન કરવાવાળા છે માટે વ્યંતર કહ્યા છે.
સ્વતંત્ર ગમનાગમન ઉપરાંત ક્યારેક ઈન્દ્રની આજ્ઞાથી અને ક્યારેક ચક્રવર્તી આદિ મનુષ્યની આજ્ઞાથી તેમનું ગમનાગમન ત્રણે લોકમાં થાય છે.
વ્યંતરોનું સ્થાન
વ્યંતર દેવો રત્નપ્રભા પૃથ્વીના ઉપરના એક હજાર યોજનમાંથી ઉપર નીચે સો સો યોજન છોડીને મધ્યના આઠસો યોજનમાં ઉત્પન્ન થાય છે. જો કે નિવાસરૂપે તો વ્યંતરો ઊર્ધ્વ, અધો અને મધ્ય એમ ત્રણે લોકમાં છે. તેઓ ભવનો, નગરો અને આવાસોમાં રહે છે.
આઠ પ્રકારના વ્યંતરોનો ટૂંકો પરિચયઃ
(૧) કિન્નર : શાંત, સૌમ્ય અને સુંદર મુખવાળા, મુગટ પહેરેલા, અશોકવૃક્ષના ચિતથી યુક્ત ધજાવાળા હોય છે.
(૨) કિંગુરુષઃ મુખમાં અધિક ભાસ્વર, વિવિધ આભરણોથી શોભતા, વિચિત્ર પુષ્પમાળા અને વિલેપનવાળા છે. તેમના મુગટમાં ચંપકવૃક્ષની ધજાનાં ચિહ્ન હોય છે.