________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૪, સૂત્ર-૧૨
૨૩૧ (૬) વાયુકુમાર: આ દેવો તીર્થંકરનો વિહાર માર્ગ શુદ્ધ કરે છે. સાત હાથ ઉંચા એવા વાયુકુમાર દેવો લીલા વર્ણવાળા છે. તેમના વસ્ત્રનો વર્ણ રક્ત છે અને મુકુટમાં મગરનું ચિહ્ન છે.
(૭) સ્વનિતકુમાર : સાત હાથ ઉંચા, સ્નિગ્ધ શરીરવાળા, સ્થિર, પડઘા પડે તેવા મહાસ્વરવાળા, સુવર્ણ સમાન વર્ણવાળા, શ્વેત વસ્ત્રથી યુક્ત અને મુકુટમાં શરાવ (સંપુટ) ચિહ્નથી યુક્ત હોય છે.
(૮) ઉદધિકુમાર : સમુદ્રોમાં ક્રીડા કરવાના સ્વભાવવાળા હોય છે. સાત હાથ ઊંચા, શરીરથી શ્વેત વર્ણવાળા, વસ્ત્રનો વર્ણ નીલ અને મુકુટમાં અશ્વનું ચિહ્ન છે.
(૯) દ્વીપકુમાર દ્વીપમાં ક્રીડા કરતા દેવો દ્વીપકુમાર કહેવાય છે. સાત હાથ ઊંચા સ્કન્ધ, વક્ષસ્થળ, બાહુમાં અધિક શોભાવાળા, તપાવેલા કનક સમાન વર્ણવાળા અર્થાત્ રક્ત વર્ણવાળા છે. વસ્ત્રનો નીલવર્ણ અને મુકુટમાં સિંહનું ચિહ્ન છે.
(૧૦) દિકુમાર દિશાઓમાં ક્રીડા કરવાવાળા હોવાથી દિકકુમાર કહ્યા છે. સાત હાથ ઊંચા, તપેલા સુવર્ણ જેવા શારીરિક વર્ણવાળા છે. તેમના વસ્ત્રનો વર્ણ સફેદ છે અને મુકુટમાં હાથીનું ચિહ્ન છે.
સૂત્ર (૪-૧૨) પ્રયોજન વ્યંતર નિકાયના આઠ ભેદોના નામ જણાવે છે. व्यन्तराः किन्नरकिंपुरुषमहोरगगान्धर्वयक्षराक्षसभूतपिशाचाः ४-१२ વ્યન્તરાઃ કિન્નરકિપુરુષમહોરગગાન્ધર્વયક્ષરાક્ષસભૂતપિશાચાઃ ૪-૧૨ વ્યન્તરાઃ કિન્નર-કિપુરુષ-મહોરગગાન્ધર્વ-યક્ષ-રાક્ષસ-ભૂત-પિશાચાઃ ૪-૧૨