________________
૨૩)
અધ્યાય : ૪, સૂત્ર-૧૧
તત્ત્વાર્થાધિગમ સૂત્ર શબ્દાર્થઃ ભવનવાસિનઃ = ભવનપતિ નિકાયના દેવો, અસુર = અસુરકુમાર, નાગ = નાગકુમાર, વિદ્યુત = વિદ્યુકુમાર, સુપર્ણ = સુપર્ણકુમાર, અગ્નિ = અગ્નિકુમાર, વાત = વાયુકુમાર, સ્વનિત = સ્વનિતકુમાર, દીપ = દીપકુમાર, દિફ = દિકુમાર, કુમાર = મનોહર (રમતીયાળ હોવાથી કુમાર કહેવાય છે.)
સૂત્રાર્થ : અસુરકુમાર, નાગકુમાર, વિઘુકુમાર, સુપર્ણકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, સ્વનિતકુમાર, ઉદધિકુમાર, દીપકુમાર અને દિકુમાર (એ પ્રમાણે) ભવનપતિ નિકાયના દશ ભેદ છે.
ભાવાર્થ સૂત્ર ૪-૩ માં ભવનપતિ નિકાયના દશ ભેદ છે તેમ કહ્યું હતું. આ સૂત્રમાં તે જ દશ ભેદોના નામ જણાવ્યા છે. દરેક ભેદમાં બે-બે ઇન્દ્રો છે. એક દક્ષિણ દિશાના રાજયનો સ્વામી છે અને બીજો ઉત્તર દિશાના રાજયનો સ્વામી છે. આ દેવો રાજકુમારની જેમ આનંદી અને હાસ્ય - વિનોદ યુક્ત છે તેથી તેઓ કુમાર કહેવાય છે.
સંક્ષેપમાં દરેકનું વર્ણન નીચે પ્રમાણે છે.
(૧) અસુરકુમાર: આ દેવો પહેલી ત્રણ નરક સુધીના નારકોને અત્યંત દુઃખ આપે છે અને પરસ્પર લડાવે છે. તેઓ ગંભીર, રૂપાળા, કાળા, ઊંચા, રત્નમય મુગટધારી
દેવો છે.
(૨) નાગકુમાર : પર્વત કે વૃક્ષો ઉપર પણ આ કુમારો રહે છે. રૂપાળા, ધીમી ચાલે ચાલનારા અને માથા ઉપર નાગની ફણાની નિશાનીવાળા હોય છે.
(૩) વિદ્યુતકુમાર ઃ જે વિજળી જેવા ચમકે છે તે વિદ્યુતકુમાર છે. આ કુમારો સ્નેહાળ, ચમકતા, સ્વચ્છ અને વજના ચિહ્નવાળા છે.
(૪) સુપર્ણકુમાર ઃ તેઓનો વર્ણ સુવર્ણ જેવો હોવાથી સુપર્ણકુમાર કહેવાય છે. દેખાવડી ડોક અને છાતીવાળા, મુકુટમાં ગરૂડના ચિહ્નવાળા દેવો સાત હાથ ઉંચા છે.
(૫) અગ્નિકુમાર ઃ જેઓ પાતાળલોકથી ક્રીડા કરવા માટે ઉપર આવે છે. સાત હાથ ઊંચાઈવાળા, રક્ત વર્ણવાળા, જેઓના વસ્ત્રનો વર્ણ નીલ છે તેવા અને મુકુટમાં કળશના ચિહ્નથી શોભે છે.