SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર શબ્દાર્થ : પરે - અધ્યાય : ૪, સૂત્ર-૧૧ બાકીના (બાર દેવલોકની ઉપરના દેવો) અપ્રવીચારા = મૈથુન સેવન રહિત સૂત્રાર્થ : બાકીના દેવોમાં (કલ્પાતીત દેવોમાં) મૈથુન સેવનનો અભાવ છે. ભાવાર્થ : કલ્પોપપન્ન (૧ થી ૧૨ દેવલોક) સિવાયના વૈમાનિક દેવો પ્રવીચાર અર્થાત્ મૈથુનસેવનથી રહિત હોય છે. ૧૨ મા દેવલોક પછીના નવગૈવેયક અને પાંચ અનુત્તર દેવો અર્થાત્ કલ્પાતીત દેવો મૈથુન સેવન કરતા નથી. કલ્પાતીત દેવો શાંત અને કામલાલસા રહિત હોય છે. તેમને દેવીના સ્પર્શ, રૂપ, શબ્દ અથવા મનથી કામસુખ ભોગવવાની ઇચ્છા જાગતી નથી. તેઓ પ્રવીચારી દેવો કરતાં અધિક સુખી અને અધિક સંતુષ્ટ રહે છે. મૈથુન સેવન એ વેદના ઉદયથી જાગેલી કામવાસનાનો ક્ષણિક પ્રતિકાર છે. નવ ત્રૈવેયક અને અનુત્તર વિમાન વાસી દેવોને આવો વેદનો ઉદય જ થતો નથી તેથી તેઓને મૈથુન સેવનનો વિકાર જ નથી. પરિણામે તેઓ અત્યંત સુખમાં - આનંદમાં રહે છે. ૨૨૯ શંકા : જો કલ્પાતીત દેવો આટલા બધા કામવાસનાના અભાવથી સંતુષ્ટ હોય તો બ્રહ્મચારી કેમ હોતા નથી ? સમાધાન ઃ તેઓને ચારિત્રના પરિણામનો અભાવ છે. તેમને અવિરતિનો ઉદય હોય છે માટે બ્રહ્મચારી હોતા નથી. સૂત્ર (૪-૧૧) પ્રયોજન ઃ ભવનપતિ નિકાયના દશ ભેદો જણાવે છે. भवनवासिनोऽसुरनागविद्युत्सुपर्णाग्नि वातस्तनितोदधिद्वीपदिक्कुमाराः ભવનવાસિનોડસુરનાગવિદ્યુત્તુપર્ણાગ્નિવાતનિતોઢિીદિકુમારાઃ ભવનવાસિનઃ અસુર-નાગ-વિદ્યુત-સુપર્ણ-અગ્નિ વાત-સ્તનિત-ઉદધિ-દ્વીપ-દિક્-કુમારાઃ ૪-૧૧ ૪-૧૧ ૪-૧૧
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy