________________
૨૨૮ અધ્યાય : ૪, સૂત્ર-૧૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર પાંચમા અને છઠ્ઠા (બ્રહ્મલોક અને લાન્તક) દેવલોકના દેવો રૂપ દ્વારા કામવાસના સંતોષે છે.
આ દેવોની કામવાસના સંતોષવાની ઇચ્છા થતાં દેવી તેમની સામે હાજર થાય છે. દેવી સુંદર વસ્ત્ર તથા આભરણોથી યુક્ત હોય છે. દેવીના દિવ્ય અને ઉત્પાદક રૂપને દેવો જુએ છે. માત્ર રૂપ જોઈને દેવોની કામવાસના તૃપ્ત થાય છે.
સાતમા મહાશુક્ર અને આઠમા સહસ્ત્રાર દેવલોકના દેવો, શબ્દથી મૈથુન સેવન કરે છે. જયારે આ દેવલોકના દેવોને મૈથુનસેવનની ઇચ્છા થાય ત્યારે દેવી નિકટ આવી શૃંગાર યુક્ત શબ્દો, હાસ્ય અને ક્યારેક ગીત વડે તેમની કામવાસના તૃપ્ત કરે છે.
નવમો આનત, દશમો પાણત, અગીયારમો આરણ અને બારમો અય્યત એ ચાર દેવલોકના દેવો મનથી જ મૈથુન સેવન કરે છે.
દેવીઓનો જન્મ સૌધર્મ દેવલોક અને ઈશાન દેવલોકમાં જ હોય છે. આ બંને દેવલોકની દેવીઓના બે ભેદ છે, પરિગૃહીતા અને અપરિગૃહીતા.
પરિગૃહીતા તે તે દેવોની પત્ની તરીકે રહેલી દેવીઓને પરિગૃહીતા કહેવાય છે.
અપરિગૃહીતા જે સર્વ સામાન્ય દરેક દેવના ઉપભોગમાં આવતી વેશ્યા કે ગણિકા જેવી દેવીઓ છે તેને અપરિગૃહીતા કે અપ્સરા કહેવાય છે. અપરિગૃહીતા દેવીઓ જ ઉપરના દેવલોકના દેવોના સંકલ્પ માત્રથી તે દેવની પાસે હાજર થાય છે અને તેમની કામવાસના પૂર્ણ કરે છે. આમ ઉપર ઉપરના દેવોને કામવાસના અલ્પ અલ્પ હોય છે અને અલ્પ પ્રયત્નથી શાંત થઈ જાય છે.
સૂત્ર (૪-૧૦) પ્રયોજન મૈથુન સેવનના સર્વથા અભાવવાળા દેવો ક્યા? તે હવે જણાવે છે.
परेऽप्रवीचाराः ४-१० પરેડપ્રવીચારાઃ ૪-૧૦ પરે અપ્રવીચારા: ૪-૧૦