________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૪, સૂત્ર-૯
૨૨૭ જન્મની અપેક્ષાએ દેવીઓનું અસ્તિત્વ ભવનપતિથી ઈશાન દેવલોક સુધી જ હોય છે. તેથી આગળ દેવીઓનો જન્મ થતો નથી.
શંકાઃ ઈશાન દેવલોક સુધીના દેવ દેવીઓની મૈથુનક્રિયા પુરુષ-સ્ત્રીના મૈથુન જેવી હોય છે તેમ કહ્યું. તો શું દેવીઓ ગર્ભધારણ કરે ?
સમાધાન : દેવ-દેવીના સંભોગમાં વૈક્રિય શુક્ર પુગલ દેવીના શરીરમાં જતાં હોવા છતાં ઔદારિક પુદ્ગલના અભાવે દેવી ગર્ભ ધારણ કરતી નથી.
સૂત્ર (૪-૯) પ્રયોજન : ઈશાનથી ઉપરના દેવલોકમાં મૈથુન સેવનની વિચારણા. शेषाः स्पर्शरुपशब्दमनःप्रवीचारा द्वयोर्द्वयोः ४-९ શેષાઃ સ્પર્શરૂપશબ્દમનઃપ્રવીચારા યોદ્ધયોઃ ૪-૯ શેષાઃ સ્પર્શ-રૂપ-શબ્દ-મનઃ પ્રવીચારા યોઃ યોઃ ૪-૯
શબ્દાર્થ = શેષા = બાકીના, સ્પર્શ = સ્પર્શનેન્દ્રિય, રૂપ = ચક્ષુરિન્દ્રિય, શબ્દ = શ્રોત્રેન્દ્રિય, મન = મન દ્વારા, પ્રવીચારા = મૈથુનસેવન, દ્રયો દ્વયોઃ = બે-બે ની જોડમાં.
સૂત્રાર્થઃ બાકીના બે બે (ઈશાનથી ઉપરના દેવલોકમાં) અનુક્રમે સ્પર્શ, રૂપ, શબ્દ (અને) મનથી, મૈથુન સેવન કરે છે.
ભાવાર્થ : આ સૂત્રમાં “શેષાઃ” એટલે બાકીના” એટલો જ શબ્દ કહેવા માત્રથી અર્થ સ્પષ્ટ થતો નથી. તેથી મુખ્યત્વે સૂત્ર ૪-૮ અને સૂત્ર ૪-૩ ની અનુવૃત્તિ લીધી છે, તેથી સ્પષ્ટ થાય છે કે શેષાઃ શબ્દથી કલ્પોપપન્ન વૈમાનિક દેવોના બાકીના દેવોની ચર્ચા
ત્રીજા-ચોથા દેવલોક (સનતકુમાર અને મહેન્દ્ર દેવલોક)ના દેવો સ્પર્શથી મૈથુનસેવન કરે છે. જ્યારે આ દેવોને મૈથુન સુખ પ્રાપ્તિની ઇચ્છા થાય ત્યારે દેવી અંગસ્કૂરણ આદિ લક્ષણોથી જાણે છે અને તરત જ ત્રીજા-ચોથા દેવલોકના દેવ પાસે આવી જાય છે. તે દેવો આ દેવીઓના સ્પર્શ માત્રથી કામવાસના તૃપ્ત કરે છે.