________________
૨૨૬ અધ્યાય : ૪, સૂત્ર-૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર સૂત્રાર્થ: (પહેલા બે નિકાયના દેવોને) પીત સુધીની લેગ્યા છે.
(અર્થાત્ ભવનપતિ અને વ્યંતર નિકાયના દેવોને કૃષ્ણ, નીલ, કાપોત અને પીત એ ચાર લેશ્યા હોય છે.)
ભાવાર્થ સૂત્ર ૪-૬ માંથી પૂર્વયોઃ શબ્દની અનુવૃત્તિ લીધી છે. આપણે તે સૂત્રના શબ્દાર્થથી જાણ્યું કે પૂર્વયોઃ એટલે પહેલી બે નિકાય. પહેલી બે નિકાયના દેવોમાં ભવનપતિ અને વ્યંતર આવે છે. એટલે સૂત્ર ૪-૭ માં કહ્યું કે ભવનપતિ અને વ્યંતર સુધી ચાર વેશ્યા હોય છે, ભવનપતિ અને વ્યંતર દેવોના શરીરનો વર્ણ કૃષ્ણ - નીલ - કાપોત કે પીત (તૈજસ) એ ચારમાંથી કોઈપણ હોઈ શકે.
અહીં વેશ્યા એટલે દ્રવ્ય લેગ્યા જે શારીરિક વર્ણના અર્થમાં છે. ભાવથી તો છ એ લેશ્યા હોય છે. પરંતુ દ્રવ્યથી પધ અને શુક્લ લેશ્યા કદી પણ આ દેવોને હોતી નથી.
સૂત્ર (૪-૮) પ્રયોજન દેવોના કામ સુખ (મૈથુન સેવન) વિષે વિચારણા કરે છે.
कायप्रवीचारा आ ऐशानात् ४-८ કાયપ્રવીચારા આ એશાનાર્ ૪-૮
કાય પ્રવીચારા આ એશાનાર્ ૪-૮ શબ્દાર્થઃ કાય = શરીર, પ્રવીચાર = મૈથુન સેવન, આ = હદમર્યાદા એશાનાતુ = ઈશાન દેવલોક સુધી.
સૂત્રાર્થ : ઈશાન (દેવલોક) સુધીના (દેવો) કાયાથી મૈથુનસેવન (સંસાર સુખ) સેવનારા છે.
ભાવાર્થઃ ભવનપતિથી શરૂ કરીને ઈશાન દેવલોક સુધી દેવ અને દેવી બંનેનું અસ્તિત્વ છે. ભવનપતિ, વ્યંતર, જયોતિષ્ક, સૌધર્મ (પહેલો દેવલોક) અને ઈશાન (બીજો દેવલોક) સુધીના દેવોને જ્યારે કામવાસનાનો ઉદય થાય ત્યારે દેવીઓ સાથે કાયાથી મૈથુન સેવે છે. આ મૈથુનસેવન ક્રિયા પુરુષ અને સ્ત્રીના મૈથુન જેવી હોય છે.