________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૪, સૂત્ર-૭
૨ ૨૫ દરેક તીર્થંકર પ્રભુનો જન્મ થતાં આ ૬૪ ઇંદ્રો તેમને મેરુ પર્વતના શિખર ઉપર આવેલા પાંડુકવનમાં લાવે છે અને તે વનમાં રહેલી શિલાઓ ઉપર આવેલા સિંહાસન ઉપર બિરાજમાન કરી પ્રભુજીનો જન્માભિષેક કરે છે.
શંકા જ્યોતિષ્ક નિકાયમાં સૂર્ય-ચંદ્ર ઘણા છે તો બંનેમાં એક એક ઈન્દ્ર કેમ?
સમાધાન : તમારી વાત સાચી છે. અસંખ્ય દ્વીપ-સમુદ્ર હોવાથી સૂર્ય-ચંદ્ર પણ અસંખ્ય છે. ફક્ત અઢી દ્વીપમાં જ ગણીએ તો ૧૩૨ સૂર્ય અને ૧૩૨ ચંદ્ર છે. પરંતુ અહીં જાતિની અપેક્ષાએ જ્યોતિષ્ક નિકાયના બે જ ઈન્દ્રોની ગણતરી કરી છે.
શંકા : વૈમાનિક નિકાયના ઇંદ્રોની ગણતરીમાં ૧૨ દેવલોક કેમ ગયા? નવરૈવેયક અને પાંચ અનુત્તર સ્વરૂપ દેવલોકમાં શું ઇંદ્ર નથી?
સમાધાન : અહીં વૈમાનિક નિકાયનો અર્થ કલ્પપપન્ન જ લેવો. ૧૨ દેવલોકથી ઉપર નવ રૈવેયક અને પાંચ અનુત્તર આવેલા છે. ત્યાંના દેવો કલ્પાતીત (કલ્પથી રહિત) હોવાથી ત્યાં ઈન્દ્ર વગેરે ભેદો નથી. ત્યાંના બધા દેવો સ્વતંત્ર હોવાથી અહમિન્દ્ર કહેવાય છે.
શંકા દેવોની ચાર નિકાયમાં વાણવ્યંતર નિકાય કેમ નથી?
સમાધાન : તમારો પ્રશ્ન સમજી શકાય તેમ છે. પરંતુ વાણવ્યંતર દેવોની જુદી નિકાય નથી. વાણવ્યંતર દેવો એ વ્યંતરદેવોના જ પેટાભેદમાં આવે છે તેથી તેને જુદો પ્રકાર ગણવાની જરૂર નથી.
સૂત્ર (૪-૭) પ્રયોજનઃ ભવનપતિ અને વ્યંતર નિકાયમાં વેશ્યા જણાવે છે. पीतान्तलेश्याः
૪-૭ પીતાન્તલેશ્યાઃ
પીત અન્ત લેશ્યાઃ ૪-૭ શબ્દાર્થ : પીત = તૈજસ, અન્ત = અંતમાં છે, લેગ્યા = શારીરિક વર્ણ.