________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
૨૨૪
અધ્યાય : ૪, સૂત્ર-૬
છે. તેમાંના એક-એક ભેદમાં બે-બે ઈંદ્રો હોય છે. ઉત્તર દિશાનું રાજ્ય એક ઈંદ્ર સંભાળે અને દક્ષિણ દિશાનું રાજ્ય બીજો ઈંદ્ર સંભાળે છે. આમ દરેક ભેદના બે ઈંદ્રો ગણતાં કુલ ૧૦ x ૨ = ૨૦ ઈંદ્રો થયા.
હવે વ્યંતર નિકાયમાં, વ્યંતર અને વાણવ્યંતર તેમ બે વિભાગ છે.
વ્યંતરના આઠ ભેદમાં (જુઓ સૂત્ર ૪-૫) દરેકના બે - બે ઈંદ્ર એટલે ૮ X ૨ = ૧૬ ઇંદ્રો થયા.
તે જ પ્રમાણે વાણવ્યંતરના આઠ ભેદમાં દરેકના બે - બે ઇંદ્ર ગણતા ૮ X ૨ = ૧૬ ઇંદ્રો થયા.
આમ વ્યંતર નિકાયના (વાણ વ્યંતર સાથે) કુલ ૧૬ - ૧૬ = ૩૨ ઇંદ્રો થયા. પહેલા સોળ ઇન્દ્રો ઉત્તર દિશાનું રાજ્ય સંભાળે અને બાકીના સોળ ઈંદ્રો દક્ષિણ દિશાનું રાજ્ય સંભાળે.
હવે ઉ૫૨ જ્યોતિષ્ક નિકાયમાં સૂર્ય અને ચંદ્ર મળીને બે ઇંદ્રો છે. એટલે ૧ + ૧ = ૨ ઈંદ્રો (સૂર્ય - ચંદ્ર)
વૈમાનિક નિકાયમાં કુલ બાર દેવલોક છે. તેમાં પહેલા આઠ દેવલોકમાં દરેક દેવલોકનો એક-એક ઇંદ્ર ગણતા કુલ આઠ ઈંદ્રો. નવમા અને દસમા દેવલોકમાં બંને દેવલોકનો ભેગો એક ઇંદ્ર હોય, તે જ પ્રમાણે અગિયારમા અને બારમા દેવલોકનો ભેગો એક ઇંદ્ર હોય. આમ બાર દેવલોકના મળીને ૮ + ૧ + ૧ = ૧૦ ઇંદ્રો થયા.
૧૪ રાજલોક
દેવલોક
ઇંદ્રો
અધોલોક
ભવનપતિ
૧૦ x ૨ = ૨૦
મધ્યલોક
વ્યંતર
૮ X ૨ = ૧૬
૮ X ૨ = ૧૬
વાણવ્યંતર સૂર્ય (જ્યોતિષ્મ)
= ૧
ચંદ્ર (જ્યોતિષ્મ)
= ૧
ઊર્ધ્વલોક
૧ થી ૮ દેવલોક ૯ - ૧૦ દેવલોક
૧૧-૧૨ દેવલોક
૮ X ૧ = ૮
= ૧
= ૧
કુલ ઇંદ્રો ૨૦
૩૪
૧૦
કુલ...૬૪