SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૪, સૂત્ર-૫-૬ ૨૨૩ સારાંશ એ કે પહેલા કિલ્બિષિક પહેલા-બીજા દેવલોકની નીચે, બીજા કિલ્બિષિક સનત્કુમારની નીચે અને ત્રીજા કિલ્બિષિક લાંતકની નીચે રહે છે. : સૂત્ર (૪-૫) પ્રયોજન ઃ વ્યંતર-જ્યોતિષ્ક દેવોના ભેદોમાં અપવાદ જણાવે છે. त्रायस्त्रिंशलोकपालवर्ज्या व्यन्तरज्योतिष्काः ૪ ત્રાયશ્ત્રિશલોકપાલવર્ણા વ્યન્તરજ્યોતિષ્માઃ ૪-૫ ત્રાયશિ-લોકપાલ-વર્જયાઃ વ્યન્તર જ્યોતિષ્ઠાઃ ૪-૫ શબ્દાર્થ : વર્જ્ય = છોડીને. સૂત્રાર્થ : વ્યંતર અને જ્યોતિષ્ક નિકાય ત્રાયસિઁશ અને લોકપાલથી રહિત હોય છે. ભાવાર્થ : ભવનપતિ - વ્યંતર - જ્યોતિષ્ક અને વૈમાનિક આ ચાર નિકાયમાંથી ભવનપતિ અને વૈમાનિક નિકાયમાં ઈન્દ્ર - સામાનિક વગેરે દશ પ્રકારના દેવો હોય છે પરંતુ વ્યંતર અને જ્યોતિષ્ક નિકાયમાં ત્રાયત્રિંશ અને લોકપાલ રહિત ઈન્દ્રાદિ આઠ પ્રકારના દેવો હોય છે. ત્રાયશ્રિંશ અને લોકપાલનો અભાવ હોવાથી આ સૂત્રમાં તેનો નિષેધ કર્યો છે. સૂત્ર (૪-૬) પ્રયોજન ઃ ભવનપતિ અને વ્યંતરનિકાયમાં ઈન્દ્રોની સંખ્યા જણાવે છે. : ૪-૬ पूर्वयोर्द्वन्द्राः પૂર્વયોર્કીન્દ્રાઃ પૂર્વયોઃ દ્વિઃ ઈન્દ્રાઃ ૪-૬ ૪-૬ શબ્દાર્થ : પૂર્વયોઃ = પૂર્વના બે (પહેલી બે નિકાયના દેવો), સૂત્રાર્થ : પહેલા બેમાં (ભવનપતિ અને વ્યંતર નિકાયમાં) બે - બે ઈન્દ્રો છે. : ભાવાર્થ : ચાર નિકાયમાં સૌથી નીચે ભવનપતિ નિકાય છે. તેના દસ (૧૦) ભેદ ટિ: = બે – બે
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy