SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૪, સૂત્ર-૪ શબ્દાર્થ : ઈન્દ્ર ઈન્દ્ર (અધિપતિ), સામાનિક ઈન્દ્ર જેવી ઋધિવાળા, ત્રાયસિઁશ = ગુરૂસ્થાનીય (મંત્રી જેવા), પારિષદ્ય = ઈન્દ્રની સભાના સભ્યો, આત્મરક્ષક અંગરક્ષક, લોકપાલ કોટવાળ જેવા, અનીક–સેનાપતિ, પ્રકીર્ણક પ્રજા, નગરજન, આભિયોગ્ય=નોકર જેવા, કિલ્બિષિક=હલકા દેવો, એકશઃ–એક એક ભેદ. ૨૨૨ = = = : સૂત્રાર્થ : (ભવનપતિ આદી ચારનિકાયોમાં દશ, આઠ વગેરે અવાંતર ભેદોના) પ્રત્યેકના ઈન્દ્ર, સામાનિક, ત્રાયÁિશ, પારિષદ્ય, આત્મરક્ષક, લોકપાલ, અનીક, પ્રકીર્ણક, આભિયોગ્ય, કિલ્બિષિક (એ દશ ભેદો છે.) ભાવાર્થ : ભવનપતિ - વ્યંતર - જ્યોતિષ્ક અને વૈમાનિક એમ ચાર નિકાયના દેવોમાં સામાજિક વ્યવસ્થા હોવાથી રાજા-પ્રજાની જેમ નીચે મુજબ ૧૦ પ્રકારની વ્યવસ્થાવાળા દેવો હોય છે. સ્વામી-સેવક-નોકર ઈત્યાદિ સામાજિક વ્યવસ્થા મનુષ્યોની જેમ દેવોમાં પણ છે. આ પ્રકારની સામાજિક વ્યવસ્થાવાળા ૧૦ પ્રકારના દેવો અને દરેકનું કાર્ય નીચે પ્રમાણે છે. (૧) ઈન્દ્ર ઃ સર્વે દેવોના અધિપતિ - રાજા. (૨) સામાનિક : ઈન્દ્રની સમાન ઋદ્ધિ-સમૃદ્ધિ હોય. પિતા, ઉપાધ્યાય વગેરેની જેમ ઈન્દ્રને પણ આદરણીય હોય. (૩) ત્રાયશ્રિંશ : ઈન્દ્રને સલાહ આપનારા મંત્રી (૪) પારિષઘ : પર્ષદાના દેવો, ઈન્દ્રની સભાના સભ્યો (૫) આત્મરક્ષક ઃ ઈન્દ્રની રક્ષા માટે કવચ ધારણ કરી શસ્ત્ર સહિત ઈન્દ્રની પાછળ ઊભા રહે દેવો. (૬) લોકપાલ : ચારે દિશાઓનું રક્ષણ કરનારા, પોલિસ સમાન (૭) અનીક : સેના તથા સેનાધિપતિ (૮) પ્રકીર્ણક : પ્રજારૂપે રહેનારા પબ્લીક દેવો (૯) આભિયોગ્ય : નોકર સમાન, સ્વામીના વાહન બની ચાલનારા (૧૦) કિલ્બિષિક : અત્યંત હલકુ કામ કરનારા તુચ્છ દેવો, જો કે અહીંની જેમ દેવલોકમાં હલકા કાર્યો કરવા પડતા નથી, પરંતુ અન્ય દેવો તેમને હલકી દૃષ્ટિથી જુએ છે. આ દેવો સૌધર્મ-ઈશાન (પહેલા-બીજા), સનકુમાર (ત્રીજા) અને લાંતક (છઠ્ઠા) દેવલોકની નીચે રહે છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy