SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ અધ્યાય : ૪, સૂત્ર-૨-૩ સૂત્ર (૪-૨) પ્રયોજન : જ્યોતિષ્ક દેવોની લેશ્યા જણાવે છે. तृतीयः पीतलेश्यः ૪-૨ તૃતીયઃ પીતલેશ્ય: ૪-૨ તૃતીયઃ પીતલેશ્ય: ૪-૨ શબ્દાર્થ : તૃતીયઃ - ત્રીજા પ્રકારના (જ્યોતિષ્ક) દેવો. પીતલેશ્યઃ - પીત વર્ણરૂપ લેશ્યા (તેજોલેશ્યા) વાળા છે. સૂત્રાર્થ : ત્રીજા પ્રકારના (દેવો) પીતલેશ્યાવાળા હોય છે. તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાવાર્થ : અહીં લેશ્યા શબ્દ વર્ણના અર્થમાં છે. જ્યોતિષ્ક દેવોના શરીરનો વર્ણ પીત અથવા તેજોલેશ્યા વાળો છે. અધ્યવસાય રૂપ (ભાવથી) છ લેશ્યા ચારે નિકાયના દેવોને હોય જ છે. શંકા : લેશ્યા એટલે શું ? સમાધાન : લેશ્યા એટલે આત્મપરિણામ (ભાવલેશ્યા). યોગથી લેશ્યા ઉત્પન્ન થાય છે. કષાયથી તેમાં તીવ્રતા - મંદતા આવે છે. પરિણામે કૃષ્ણ, નીલ, કાપોત, વૈજસ, પદ્મ અને શુકલ એ છ લેશ્યા કહેવાય છે. ઉપરના સૂત્રમાં પીત લેશ્યા એટલે ચોથી તેજો લેશ્યા. આ સૂત્રમાં લેશ્યાનો અર્થ દ્રવ્યલેશ્યા ગણ્યો છે. મનના અધ્યવસાયરૂપ ભાવલેશ્યા એ અર્થ લીધો નથી. એટલે લેશ્યાનો અર્થ શારીરિક વર્ણ સમજવો. સૂત્ર (૪-૩) પ્રયોજન ઃ ચારે નિકાયના દેવોના મુખ્ય ભેદો જણાવે છે. दशाष्टपञ्चद्वादशविकल्पाः कल्पोपपन्नपर्यन्ताः દશાષ્ટપંચદ્વાદશવિકલ્પાઃ કલ્પોપપન્નપર્યન્તાઃ દશ - અષ્ટ - પંચ - દ્વાદશ વિકલ્પાઃ કલ્પોપપન્ન પર્યન્તાઃ શબ્દાર્થ : દશ-અષ્ટ-પંચ-દ્વાદશ = દશ, આઠ, પાંચ, બાર ૪-૨ ૪-૩ ૪-૩
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy