SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૪, સૂત્ર-૧ ૨૧૯ સમાધાન ઃ એક સરળ ઉદાહરણથી આ વાત સમજીએ. તમારા હાથની બે આંગળીઓ ખુલ્લી કરો જેથી બે આંગળીઓ વચ્ચે પોલાણ (ખુલ્લી જગા) થાય. બે આંગળીને બે પ્રતર (માળ) સમજો, જ્યાં નરકના જીવો રહે છે. વચ્ચે જે ખાલી જગા છે ત્યાં ભવનપતિ દેવોનાં ભવનો (નિવાસસ્થાનો) છે. ભવનપતિ અને નરકના જીવોના નિવાસસ્થાન વચ્ચે ઘણું મોટું અંતર છે. નરકની નારકીઓ ભવનપતિ સુધી જઈ શકતા નથી. પરંતુ ભવનપતિ દેવો તથા તેની સાથે રહેલા પરમાધારી દેવો નરકમાં જઈ શકે છે. શંકા ઃ યોજન બે વસ્તુઓ વચ્ચેનું અંતર છે તે સમજાય છે. પરંતુ ૧ યોજન બરાબર કેટલા માઈલ ? સમાધાન : તમારી વાત સાચી છે. યોજન એક માપ છે. તેમાં જુદા જદા ત્રણ પ્રકાર છે. દેવોના નિવાસસ્થાનોનું અંતર પ્રમાણાંગુલથી સમજવાનું કહ્યું છે. સામાન્ય ગણિત પ્રમાણે ૧ યોજન = ૮ માઈલ થાય. હવે પ્રમાણાંગુલ પ્રમાણે ૧ યોજન આત્માંગુલ પ્રમાણે ૧ યોજન ઉત્સેધાંગુલ પ્રમાણે ૧ યોજન = ૪૦૦ યોજન = ૪૦૦ X ૮ માઈલ = ૩૨૦૦ માઈલ = ૧૦૦૦ યોજન = ૧૦૦૦ X ૮ માઈલ = ૮૦૦૦ માઈલ = ૨.૫ યોજન = ૨.૫ X ૮ માઈલ = ૨૦ માઈલ પ્રમાણાંગુલથી દ્વીપ-સમુદ્ર-પર્વતો વગેરે શાશ્વત પદાર્થો મપાય છે. શંકા : સમભૂતલા પૃથ્વી કોને કહેવાય ? સમાધાન ઃ તિર્હાલોકની મધ્યરેખા તે સમભૂતલા પૃથ્વી કહેવાય છે. તે સમભૂતલા પૃથ્વીથી ૯૦૦ યોજન નીચે અને ૯૦૦ યોજન ઉપ૨ એમ ૧૮૦૦ યોજન તિતિલોક કહેવાય છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy