________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૪, સૂત્ર-૧
હવે વ્યંતર દેવોમાં જે સૌથી ઉપરના ૧૦૦ યોજન છોડેલા, તેમાં સૌથી ઉપરના અને સૌથી નીચેના ૧૦-૧૦ યોજન છોડી દેતાં વચ્ચેના ૮૦ યોજનમાં વાણવ્યંતર દેવોના નિવાસ તથા ઉત્પત્તિસ્થાન છે.
૨૧૮
ઉ૫૨ વર્ણવેલા ભવનપતિ, વ્યંતર અને વાણવ્યંતર દેવોના નિવાસો નીચેના યંત્રથી સહેલાઈથી સમજી શકાશે.
૧,૮૦,૦૦૦
૧૦૦૦ યોજન
| mpeg IÇí×ä Ph <>D
૧,૭૮,૦૦૦ યોજન
૧૦૦૦ યોજન
૧૦૦
યોજન
૧૦૦૦.
વાંતરદેવોના નિવાસો ૮૦૦ યોજન
૧૦૦ યોજન
૧૦૦
૧૦
યોજન
[be] ×Þo app lalb
૮૦ યોજન
૧૦
યોજન
(૩) જ્યોતિષ્મ : સમભૂતલા પૃથ્વીથી ઊંચે (ઊર્ધ્વદિશામાં) ૭૯૦ યોજન ગયા પછી ૧૧૦ યોજન ઊંચાઈ સુધીના વિસ્તારમાં જ્યોતિષ્ક દેવો જન્મે છે અને ત્યાં તેમના નિવાસો છે.
:
(૪) વૈમાનિક ઃ જ્યોતિષ્ક દેવોના નિવાસ સ્થાનથી કંઈક અધિક અર્ધરજ્જુ ઉપર ગયા બાદ વૈમાનિક દેવોની હદ શરૂ થાય છે. વૈમાનિક દેવોનો જન્મ પોત પોતાના વિમાનોમાં જ થાય છે તેમનું નિવાસ સ્થાન પણ તે વિમાનો જ છે.
નોંધ ઃ ઉપરના ચારે પ્રકારના, પોત-પોતાના સ્થાનમાં ઉત્પન્ન થયેલા દેવો પોતાના સ્થાન સિવાય, લવણસમુદ્ર - મેરુ પર્વત - વર્ષધર પર્વત આદિ સ્થાનોમાં પણ રહે છે, પરંતુ તે તે સ્થાનોમાં કદાપી જન્મ લેતા નથી.
શંકા : સૂત્ર ૪-૧ ના ભાવાર્થમાં તમે કહ્યું કે ભવનપતિ દેવો બે પ્રતરો વચ્ચેના આંતરામાં રહે છે. થોડી સ્પષ્ટતા કરશો ?