________________
અધ્યાય : ૪
સૂત્ર (૪-૧) પ્રયોજન ઃ દેવોના ભેદો જણાવે છે. देवाश्चतुर्निकायाः ४-१ દેવાૠતુર્નિકાયાઃ ૪-૧
દેવાઃ ચતુઃ નિકાયાઃ ૪-૧
શબ્દાર્થ : દેવ = દેવગતિ નામ કર્મનો ઉદય છે તે, ચતુઃ
નિકાય
જાતિ,
=
= ચાર,
સૂત્રાર્થ : દેવો ચાર નિકાયના (પ્રકારના) છે.
ભાવાર્થ : દેવગતિ નામકર્મના ઉદયથી જે જીવ દેવપર્યાયને ધારણ કરે છે તેને દેવ કહેવાય છે. દેવોની ચાર જાતિ અથવા ચાર નિકાય છે.
(૧) ભવનપતિ (૨) વ્યંતર (૩) જ્યોતિષ્ક અને (૪) વૈમાનિક
(૧) ભવનપતિ : ચૌદ રાજલોક પ્રમાણ લોકમાં નીચેના અધોલોકમાં કુલ સાત નારક પૃથ્વીઓ છે તેમાં પહેલી રત્નપ્રભાપૃથ્વીનું પિંડ ૧ લાખ ૮૦ હજાર યોજન છે. તેમાંથી સૌથી ઉપરના એક હજાર યોજન અને સૌથી નીચેના એક હજાર યોજન છોડીને મધ્યના ૧ લાખ ૭૮ હજા૨ યોજનમાં ભવનપતિ દેવોના નિવાસો છે.
૧ લાખ ૭૮ હજા૨ યોજનમાં ૧૩ પ્રતર (માળ) છે. બે પ્રતરો વચ્ચે એક આંત (માટી તથા પત્થરનો ભરેલો સ્લેબ) ગણતા કુલ ૧૨ આંતરા આવેલા છે. આ બાર આંતરામાં પહેલા અને છેલ્લા આંતરાને છોડીને વચ્ચેના દસ (૧૦) આંતરામાં (આંતરાના મધ્યભાગમાં) ભવનપતિ દેવોની ઉત્પત્તિ તથા નિવાસ સ્થાન છે.
(૨) વ્યંતર ઃ રત્નપ્રભા પૃથ્વીના સૌથી ઉપરના એક હજાર યોજન છોડ્યા છે તેમાં સૌથી ઉપરના અને સૌથી નીચેના ૧૦૦-૧૦૦ યોજન છોડીને વચ્ચેના ૮૦૦ યોજનમાં વ્યંતર દેવોના નિવાસ અને ઉત્પત્તિ સ્થાન છે.